Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 444
________________ 1266 હૃદય નયન નિહાળે જગધણી (પરિણમન) વિશેષથી અભિન્ન હોવા છતાં કંઈક વિશેષથી-તફાવતથી તેનો જુદા-જુદા ભેદથી જણાવાય છે. સચેતન કે અચેતન દ્રવ્યોના પર્યાયોમાં અથવા પરિણામી દ્રવ્યોમાં જ અભિન્ન ભાવે દ્રવ્યાદિ દશ પ્રકારના કાળનો વ્યપદેશ કરાય છે. તેમાં ભાવકાળમાં ચાર પ્રકારની સ્થિતિ જાણવી અત્યંત જરૂરી છે. ૧) દ્રવ્યકાળ : દ્રવ્યની વિવિધ પ્રકારની વર્તના તે દ્રવ્યકાળ. તે માટે દ્રવ્ય જ દ્રવ્યકાળ, અથવા દ્રવ્યોની ચાર પ્રકારની સ્થિતિ તે દ્રવ્યકાળ. ૨) ક્ષેત્રકાળ : તે અવસર્પિણી-ઉત્સર્પિણી તેમજ નો અવસર્પિણીનો ઉત્સર્પિણીના ક્ષેત્ર સંબંધી ભાવો તે ક્ષેત્રકાળ. ૩) અદ્ધાકાળ ઃ સૂર્ય ચંદ્રની ગતિથી પ્રગટ થતો (દિવસ-રાત્રિરૂપ) અઢીદ્વીપાન્તરવર્તી કાળ તે અદ્ધાકાળ. ૪) યથાયુષ્કકાળ : નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિના જીવનરૂપકાળ તે યથાયુકકાળ. ૫) ઉપક્રમકાળ : મોડી પ્રાપ્ત થતી વસ્તુને (અર્થને) જલ્દી પ્રાપ્ત કરવાનો ઉપાય તે ઉપક્રમકાળ જાણવો, અકાલ કરણ. ૬) અવસરકાળ અથવા દેશકાળ ઃ ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થવા રૂપ અવસરકાળ, તે દેશકાળ જાણવો. ૭) મરણકાળ : મરણ પામવા રૂપકાળ તે, અથવા પ્રત્યેક સમયે આયુષ્ય પૂર્ણ થઈ રહ્યું છે તે આવિચિમરણ તે મરણકાળ. ૮) પ્રમાણકાળ : દિવસ, રાત્રિ, ગ્રહ, નક્ષત્ર, રાશિ વગેરેનો યોગ તે. દ્વૈતમાં અચ્છેરું બને. અદ્વૈતમાં અચ્છેરું નહિ બને.

Loading...

Page Navigation
1 ... 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464