Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1268
હૃદય નયન નિહાળે જગધણી
૭) ક્ષાયિક ભાવની ભોગલબ્ધિ અંતરાય કર્મના ક્ષયથી પ્રગટે છે.
૮) ક્ષાયિક ભાવની ઉપભોગલબ્ધિ : અંતરાય કર્મના ક્ષયથી પ્રગટે છે.
૯) ક્ષાયિક ભાવની વીલબ્ધિ અંતરાય કર્મના ક્ષયથી પ્રગટે છે. આ ભાવો સાદિ અનંત હોય છે.
બીજાં સર્વ પુલ પરિણમન તે ઔદયિક તેમજ પરિણામિક ભાવે હોઈ સાદિ-સાન્ત ભાંગે છે.
તત્વાર્થસૂત્રમાં પરિણમનો બે પ્રકારના કહ્યા છે. શરિરહિનાન્ન એટલે કે અનાદિ અને આદિમાન. તેમાં પેવ્વારિકાનું અને ચોપયોગી નીવેષ એમ કહ્યું છે. જીવનો સાંસારિક તેમ જ સર્વ દ્રવ્યોનું પારિણામિકભાવે પરિણમન અનાદિકાળથી છે. જ્યારે રૂપી પુદ્ગલ દ્રવ્યનો તો પૂરણ-ગલન
સ્વભાવ જ હોવાથી, તમામ રૂપી પરિણમનને આદિમાન જાણવા. પુદ્ગલને વિશે જે શાશ્વત કહ્યા છે તે અપેક્ષા વિશેષથી સમજવા
| વિશેષતઃ જીવદ્રવ્યને વિષે વિભિન્ન યોગ-પરિણમન તેમજ ઉપયોગ પરિણમન બન્નેને આદિમાન સમજવા. તેમાં યોગ-પરિણમનમાં એક જ યોગસ્થાનકે એક જીવ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી રહે છે.
તેમજ ઉપયોગ-પરિણામ કેવળીને એક સમયનો અને છદ્મસ્થ જીવોને અંતર્મુહૂર્ત પરાવર્તી જાણવો.
ભાવકાળના ઉપર મુજબ જણાવેલ સર્વે ભેદો જીવ-અજીવના પરિણમનથી અભિન્ન હોવાથી કાળને જીવાજીવરૂપ પણ જણાવેલ છે.
અનુભવ, યુક્તિ અને શાસ્ત્ર, એ ત્રણેય એક થાય તે પરમ સત્ય! '