________________
. પરિશિષ્ટ , 1243
- a) જ્ઞાનચેતના :- શેયના (પદાર્થના) સામાન્ય વિશેષ ધર્મનું જાણપણું કરે તે જ્ઞાનચેતના.
b) કર્મચેતના:- ઈષ્ટાનિષ્ટ ભાવો પ્રતિ વિધિનિષેધ રૂપ પ્રવર્તન કરે તે કર્મચેતના. રાગદ્વેષ પરિણતિ રૂપે છે.
c) કર્મફળચેતના :- ઈષ્ટાનિષ્ટ, સંયોગ-વિયોગમાં જે સુખદુઃખાદિની લાગણી થવી તે કર્મફળચેતના જાણવી. હર્ષ શોકના પરિણામ થવા તે કર્મ ફળ ચેતના છે. - a) જ્ઞાનચેતના :- આ પ્રમાણે પ્રત્યેક ભિન્ન-ભિન્ન જીવાત્માની ત્રિવિધ ચેતના નિરંતર ભિન્ન-ભિન્ન સ્વરૂપે પ્રવર્તે છે, પરંતુ જડ દ્રવ્યોમાં કોઈ પણ પ્રકારની ચેતના હોતી નથી. સ્વ-પરના વિવેકી શુદ્ધ આત્મદ્રવ્યને વિશે (પરમાત્માને) ત્રિવિધ ચેતના સંપૂર્ણ સ્વાધીન હોય છે. જ્યારે અશુદ્ધ આત્મતત્ત્વમાં તે કથંચિત્ પરાધીન એટલે કર્માધીન હોય છે તેમજ કથંચિત્ સ્વાધીન હોય છે. જ્ઞાનચેતનાનું સ્વરૂપ - એક જીવાત્મામાં એક સાથે બેત્રણ કે ચાર લાયોપથમિક જ્ઞાનની લબ્ધિ (શક્તિ), તો હોય છે, પરંતુ ઉપયોગ તો એક સમયે એક જ જ્ઞાનનો હોય છે. તેમ છતાં છઘસ્થ - જીવોને જ્ઞાનનો ઉપયોગ અંતર્મુહુર્તે પરાવર્તિ હોય છે. જ્યારે કેવળી પરમાત્માને તો ક્ષાયિક ભાવે નિરંતર સહજ ભાવે, સંપૂર્ણ વિષયક કેવળોપયોગ પ્રવર્તે છે અને તેથી તેઓનું સમસ્ત પરિણમન પણ યથાર્થ અવિસંવાદીભાવે કેવળ-ઉપયોગાન્તર્ગત જ હોય છે. એ નિર્વિકલ્પ ઉપયોગવંતતા હોય છે. કેવલ્યાવસ્થામાં સંકલ્પ, વિકલ્પ કે ઉપયોગ મૂકવાપણું હોતું નથી.
ઉપયોગ એટલે જ્ઞાનલબ્ધિ દ્વારા શેયને જાણવા માટેનો આત્માનો
રાગ કાઢીશું તો ઈચ્છા નીકળશે અને વિકલ્પરસ્તિતા આવશે.