________________
1242 , હૃદય નયન નિહાળે જગધણી
પરંતુ વ્યવહારનયદષ્ટિએ સમસ્ત જીવ દ્રવ્યો અને સમસ્ત પુદ્ગલ દ્રવ્યો એ બે દ્રવ્યોને જ પર-સંયોગે પર-પરિણામીપણું છે. એટલે જીવ પુદ્ગલ પરિણામી બને છે અને પુદ્ગલ, જીવ પરિણામ પણ બને છે. આથી જ અરૂપી જીવને સંસારીપણું છે, જે પ્રત્યક્ષ છે અને જડપુદ્ગલને સચિતપણું-ઔદયિક ભાવ મળે છે. જીવ અને પુદ્ગલ વૈભાવિકશક્તિના કારણે સ્વપરિણામી હોવા ઉપરાંત પરપરિણામી પણ છે. "
૨) જીવ દ્રવ્યઃ- છ એ દ્રવ્યોમાં માત્ર સકળ જીવદ્રવ્યો જ સ્વસ્વપરિણામના કર્તા, ભોક્તા અને જ્ઞાતાસ્વરૂપી ચેતનાવાન હોવાથી, ચેતના નક્ષણો નીવ. એ ચિતિ લક્ષણથી જીવત છે, જ્યારે અન્ય પાંચે દ્રવ્યો તેથી વિપરીત સ્વભાવવાળા હોવાથી અજીવ છે. '
. (અહીં જેવદ્રવ્યની વિશેષ સમજણ માટે આત્મચેતનાના શાસ્ત્રાનુસારે ત્રણ ભેદો જણાવીએ છીએ.
(એ) પ્રત્યેક આત્માને પોત-પોતાની જ્ઞાનચેતના જ વિવેક અને પ્રવૃત્તિનું કારણ હોઈ સમસ્ત સુખ-દુઃખનું કારણ પણ જ્ઞાનચેતના જ છે. આ માટે કહ્યું છે કે ચં પંવિë ના, તબ્બાય ગુખાય પવા ૨ સલ્વેજિં ના નાહિં સિયે
. - ત્રિકાલિક સત્તા વડે, પ્રત્યેક આત્માનું જ્ઞાન, જ્ઞાયક તરીકે દ્રવ્યરૂપ છે પરંતુ સ્વ અને પરને જાણવાની શક્તિરૂપે તે ગુણરૂપ છે. જ્ઞાનગુણની વિવિધતા તે ગુણ છે એ શેયને જાણવા રૂપ કાર્યપરિણામ તે જ્ઞાનપર્યાય જાણવો. આ રીતે દ્રવ્ય-ગુણ અને પર્યાયરૂપ જ્ઞાનવડે આત્માને પરમ જ્ઞાનીઓએ સર્વાત્મક જણાવેલ છે. આ માટે હવે એ ત્રિવિધ ચેતનાની પરિભાષા વિચારીએ.
રાગ-વિકલ્પ-ઈચ્છાનું પરિણામ દુઃખ-જન્મ-મરણની પરંપરા.