________________
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સાપેક્ષ તત્ત્વ વિયારા
પરિશિષ્ટ 1241
પરિણામી જીવ મુર્ત્ત, સપએસા` એગ' ખિત્ત કિરિયા ય ણિચ્ચું કારણ કત્તા॰, સર્વાંગય૧૧ ઈયર અપવેસે૧૨
નવતત્ત્વની આ ચૌદમી ગાથા અધ્યાત્મ સમજવામાં ખૂબ ખૂબ ઉપયોગી હોવાથી અગત્યની છે. આ ગાથામાં છયે દ્રવ્યોની બાર દ્વારોથી વિશદ વિચારણા છે. વિશ્વ છ દ્રવ્યાત્મક હોવાથી એમ કહી શકાય કે આ ૧૪મી ગાથા એટલે વિશ્વવિચારણા. અહીં બાર દ્વારો છદ્રવ્યમાં વિચારીએ ૧. પરિણામી, ૨. જીવ, ૩. મુર્ત્ત, ૪. સપએસા ૫. એગ, ૬. ખિત્ત, ૭. કિરિયાય, ૮. યણિચ્ચ, ૯. કારણ, ૧૦. કત્તા, ૧૧. સર્વાંગય, ૧૨. ઈયર અપ્પવેસે.
૧) પરિણામી :- નિશ્ચયનયદૃષ્ટિ મુજબ છએ દ્રવ્યો નિરંતર, પોત-પોતાના સ્વ-સ્વભાવમાં સમયે-સમયે ઉત્પાદ વ્યય-ધ્રુવ સ્વરૂપે પરિણામ પામતા હોવાથી પરિણામી છે.
જેનો અનુભવ ન રહે તેનું નામ, ‘‘નથી’’. જેનો અનુભવ ટળવાનો જ નથી તેનું નામ ‘‘છે’’.