________________
1244
હૃદય નયન નિહાળે જગધણી
જ્ઞાન વ્યાપાર. પ્રત્યેક આત્માને આવો ઉપયોગવ્યાપાર ક્ષેય સંબંધે બે પ્રકારનો હોય છે. ૧) સામાન્યથી અને ૨) વિશેષ સ્વરૂપથી.
આ બન્ને પ્રકારનો વ્યાપાર સ્વ-પર સંબંધે શુદ્ધાશુદ્ધ હોય છે. આત્માને વિશે શેયને જાણવા રૂપ શક્તિ તે જ્ઞાનગુણ જાણવો. આ જ્ઞાન ગુણ થકી કર્તા આત્મા, શેયને જાણવા માટે જે ક્રિયા કરે છે, તેને ઉપયોગ ગુણ જાણવો. આ રીતે કર્તા-ક્રિયા અને કાર્ય એટલે અર્થબોધ એ ત્રણેને વળી આત્માથી ભિન્નભિન્ન જાણવા. ઉપયોગ જો કે એક હોય છે. તથાપિ એક ઉપયોગમાં અનેકવિધતા જરૂર હોઈ શકે છે. પરંતુ એક સમયે બે જ્ઞાનોપયોગ કે બે ભિન્ન અર્થબોધ ન હોય. વળી એક સમયે અનેકવિધ ક્રિયાઓમાં પણ ઉપયોગ તો એક જ હોય. એ જ રીતે વેદન પણ એકથી અધિક હોઈ શકે છે પણ ઉપયોગ તો એક સમયે એક જ હોય પરંતુ સમયની સુક્ષ્મતાને લઈને ભિન્ન ભિન્ન અર્થબોધ એક સાથે જણાય તો ત્યાં સમયનો ભેદ અવશ્ય વિચારવો. ઉદાહરણ તરીકે વ્યક્તિ નદીમાં ઊભી છે. નીચે પગ શીતળતા અનુભવે છે જ્યારે માથે સૂર્ય તપતો હોવાથી ઉષ્ણતા અનુભવાય છે. એમ વેદન બે છે પરંતુ ઉપયોગ તો એકમાં જ હોય છે.
नाप्रमाणं प्रमाणं वा, सर्वमप्यविशेषितम्
विशेषितं प्रमाणं स्यादिति सर्वनयज्ञता।। જે સામાન્ય નિરપેક્ષ-નિરાકાર, જ્ઞાનોપયોગ છે તે પ્રમાણરૂપ નથી. તેમજ સાકાર જ્ઞાનના કારણરૂપે અપ્રમાણ પણ નથી. પરંતુ સ્વપર સંબંધી હિતાહિતના યથાર્થ વિવેકવાળો સાકારોપયોગ જ તે પ્રમાણરૂપ છે એટલે કે સમ્યક જ્ઞાનોપયોગ જ તે પારમાર્થિક-સત્ય છે. '
ના
જે સાપેક્ષ અને પરાધીન સુખ હોય તેનો થાક લાગ્યા વિના રહે નહિ.