________________
પરિશિષ્ટ & 1245
અન્યત્ર જણાવેલ સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્કપ્રમાણ, આગમપ્રમાણ, ઉપમા, અર્થપત્તિ, સંભવ આદિ તમામ પ્રમાણો, મતિ-શ્રુત ઉભયાંતર હોવાથી પરોક્ષ પ્રમાણરૂપ છે વળી મતિ-શ્રુત બને જ્ઞાનો હીનાધિક હોવાથી પોતપોતાના જુદા જુદા કર્મોના આવરણોના ક્ષયોપશમ મુજબ થતાં હોવાથી, એક જ વ્યક્તિમાં તે બન્ને ઉપયોગ સંબંધી અનેક પ્રકારની વિચિત્રતા પ્રત્યક્ષ દેખાય છે. આ સાથે દર્શન મોહનીયના ઉદયજન્ય તેમજ ક્ષયોપશમજન્ય જ્ઞાનોપયોગની અનુભૂતિ, તેમજ પ્રવૃત્તિમાં પણ અનેક પ્રકારની શુદ્ધાશુદ્ધતા સમજવા માટે એકવીસ પ્રકારના મિથ્યાત્વ (વળી બીજા ચાર ‘- પરિણામ મિથ્યાત્વ, પ્રદેશ મિથ્યાત્વ, પ્રરૂપણા મિથ્યાત્વ, પ્રવર્તન મિથ્યાત્વ) પણ સમજવા જરૂરી છે. તથા છ પ્રકારના સમ્યત્વના લક્ષણોનું સ્વરૂપ શાસ્ત્રથી અવશ્ય જાણી લેવું જરૂરી છે.
- જે જીવો કેવળી ભાષિત (સર્વ જીવોને કલ્યાણકારી તેમજ કિાલાબાધિત) શાસ્ત્રનું ઉલ્લંઘન કરીને, પોતાની અનાદિની સ્વચ્છેદાચારી
ઓઘદષ્ટિએ (વિષય-કષાય વર્ધક) શુભાશુભયોગ પ્રવર્તન કરે છે, તેથી તેઓને કેવળ સંસારનું વધવાપણું જ (ભવ-ભ્રમણતા) પ્રાપ્ત થાય છે. આ માટે કહ્યું છે કે,
નાણરહિત જે શુભ ક્રિયા, ક્રિયા રહિત શુભ નાણ; . યોગદષ્ટિ સમુચ્ચય કહ્યો, અંતર-ખજુઆ ભાણ ૧ ખજુઆ સમ કિરિયા કહી, નાણ ભાણ સમ જોય; - કલિયુગ એક પટંતરો, વિરલા બુઝે કોય ૨ ક્રિયા માત્ર કૃત કર્મક્ષય, દર્દૂર ચૂર્ણ સમાન
જ્ઞાન કહ્યો ઉપદેશપદ, તાસ છાર સમ જાણ. ૩
અનાત્મભાવ ઉત્પન્ન થયેલ દુઃખ આત્મભાવે જ દૂર થઈ શકશે.