Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1250 , હૃદય નયન નિહાળે જગધણી
જન્મ-મરણ કરતો થઈને, સર્વત્ર આધિ, વ્યાધિ અને ઉપાધિના અનેક દુઃખો ભોગવતો રહ્યો છે.
જે ઉત્તમ આત્માઓ, પૂર્વકર્મોદયથી–પ્રાપ્ત શુભ કે અશુભ સંયોગવિયોગાદિમાં અલિપ્ત રહે છે, એટલે કે ઔદયિક પરપરિણામ સંબંધે ક્રોધ-માન, માયા કે લોભાદિ પરિણામથી અળગા રહે છે તેઓ, તથા પ્રકારની જાગરૂકતા સાથે, પ્રાપ્ત ક્ષાયોપથમિક શુદ્ધ આત્મિક જ્ઞાનાદિ ગુણોમાં રમણતા કરતા થકાં, અંતે સર્વકર્મના બંધનોથી મુક્ત થઈ અજરઅમર-અનંત-અક્ષય-અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરે છે.
ઉપર જણાવ્યા મુજબ ઓદયિક તેમજ ક્ષયોપશમાદિ બન્ને કર્મચેતનાના શુદ્ધાશુદ્ધસ્વરૂપને વળી પણ વિશેષથી જાણી કર્મબંધથી અટકવું જરૂરી છે.
અનાદિથી કર્મોના સંબંધથી જકડાતો આત્મા, કાર્મણ શરીર (આત્માએ પોતે કષાય પરિણામ અને યોગ હેતુ વડે બાંધેલા કર્મો) સાથે ક્ષીરનીરવત્ સંબંધવાળો જ્યાં સુધી છે, ત્યાં સુધી આત્મા જન્મ-મરણ રહિત શાશ્વત સિદ્ધ ગતિને પામતો નથી. આનું કારણ એ છે કે કાશ્મણશરીર (બાંધેલા કર્મો) વિશિષ્ટભાવે આત્માને અનુસરે છે. જેથી આત્મા ચારે ગતિમાં ભમ્યા કરે છે. ચારે ગતિમાં આત્મા દારિકાદિ શરીરને, દર્શન મોહનીયના ઉદયે દેહાધ્યાસથી આત્મીય ભાવે અનુસરીને નવીન કર્મો બાંધે છે. ભવાંતરમાં એટલે એક ગતિમાંથી બીજી ગતિમાં આત્મા-બાંધેલા કર્મોરૂપ કાર્મણ શરીર, સહિત જતો હોવાથી, તે થકી ઉદયાનુસારે નવીન
ઔદારિકાદિ શરીરની રચના કરી, તે શરીરસંબંધે ફરી મન-વચન અને કાયયોગદ્વારા અનેક પ્રકારના કર્મોનું ગ્રહણ-બંધન કરે છે.
કોણ અને શું? નો જવાબ દ્રવ્યમાં છે. કેવો ? કેવું? નો જવાબ ગુણ પર્યાયમાં છે.
ભાવ છે. ક્યાં? કેવડું? નો જવાબ ક્ષેત્ર છે. ક્યારે ? નો જવાબ કાળ છે.