Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1248
હૃદય નયન નિહાળે જગધણી
સંસ્કૃત વ્યાકરણને સુસંગત છે. આ જ તો પૂર્વાચાર્યોની સૂત્રાત્મક બોધ આપવાની વિલક્ષણતા છે.
(જીવ બાળવીર્યથી પરલોકની ક્રિયા = સાંસારિક સુખ માટેની ક્રિયા કરે છે. પરંતુ બાળપંડીતવીર્ય અને પંડીતવીર્યથી પરલોકની અને પરમલોકની ક્રિયા કરતો નથી.)
b) કર્મચેતના :– પ્રત્યેક આત્માને સુખ ઈષ્ટ હોય છે અને દુઃખ અનિષ્ટ હોય છે. આથી દરેક આત્મા સુખની પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ માટે નિરંતર પ્રયત્ન કરતો હોય છે તેને કર્મચેતના જાણવી.
આમાં આત્માર્થે અજ્ઞાન તેમજ મિથ્યાદષ્ટિ આત્માની સઘળી પ્રવૃત્તિઓ, આધિ-વ્યાધિ અને ઉપાધિને તેમજ જન્મ-જરા અને મરણના દુઃખોની પરંપરાને જાણે-અજાણે વધારતી હોય છે. આ માટે કહ્યું છે કે,
अज्ञानं हि खलु कष्टं, क्रोधादिभ्योऽपि सर्वपापेभ्यः । अर्थं हितमहितं वा, न वेत्ति येनावृत्तो जीवः ।।
ક્રોધાદિ સર્વ પાપો કરતાં પણ આત્માને આત્મસ્વરૂપનું અજ્ઞાન વધુ કષ્ટદાયી છે, કેમકે અજ્ઞાની આત્મા, પોતાનું હિત કેમ કરવું, તેમજ પોતે જ પોતાના આત્માનું કેવી રીતે અહિત કરી રહ્યો છે તે જાણતો નથી, તેથી અનાદિથી ચારગતિરૂપ સંસારમાં અથડાયા કરે છે.
ઇન્દ્રિયજન્ય શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શાદિ ના ૨૩ વિષયો ને ૨૪૦ વિકારો નીચેના કોઠામાં જણાવ્યા મુજબના હોય છે.
(એક ચા પણ ગરમ, ગુલાબી અને સોડમવાળી મળે છે, તેમાં પણ ઇંદ્રિયના ચાર વિષયો છે.)
સંસારમાં પ્રતિસમય આપણું વલણ અજ્ઞાનભાવે દેસુખ માટે છે. ઘર્મમાં પ્રતિસમય આપણું વલણ જ્ઞાનભાવે આત્મસુખ માટે છે.