Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી મહાવીરજી
ભક 1223
બાહ્ય ક્રિયા, વ્રતાદિ પાલન વગેરે કરવાથી ભીતરનો મોક્ષમાર્ગ ખુલતો નથી. તત્ત્વજ્ઞાનની પરિણતિ એ જાગરણ છે. તેના વિના કરાએલા આચરણ કાર્યકારી થતાં નથી. આત્મ સ્વરૂપનો નિર્ણય કરવાની તૈયારી ન હોય તો વ્રત, તપ, જપ કરવા છતાં પણ સાધનામાં ઊંડાણ આવતું નથી, આત્માને ઓળખ્યો ન હોવાથી કલ્યાણ થયું નહિ, કેવળ બાહ્ય ક્રિયાઓ કરવાથી આત્મસિદ્ધિ થતી નથી. વસ્તુસ્થિતિ એ છે કે અભિપ્રાયમાં જરાપણ ભૂલ રહી જાય તો સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી. તેથી પોતાની સર્વ શક્તિ બધા જ પ્રકારના વિપર્યાસોને ટાળવામાં લગાડી દેવી તે શ્રેયસ્કર છે.
સત્વ, રજ, તમો ગુણ સ્વરૂપ ત્રિગુણાત્મક પ્રકૃતિ ઉપર બહુ ભાર આપવા કરતાં પોતાના ત્રિકાળ ધ્રુવ પરમ પરિણામિકભાવ સ્વરૂપ શુદ્ધ ચૈતન્યમાં આસન જમાવવું તે વધારે સારું છે.
કષાયો એ તો કૌરવો જેવા છે. તેની સામે જ્ઞાની પુરુષની આજ્ઞા એ પાંડવો જેવી છે. એના સહારે પ્રકૃતિના રણમાં અહિંસક યુદ્ધ ખેલવાનું છે. વિજ્ઞાન વગર આ પ્રકૃતિનું યુદ્ધ જીતવું અશક્ય છે. બીજાને સમજાવવાનો બહુ પ્રયત્ન ન કરવો જોઈએ. આપણે બીજાને સમજાવી શકતા નથી. દરેક વ્યક્તિ પોતાના સંસ્કાર અનુસાર જ સમજે છે. અંતર્ગત તો બધામાં એક સરખો પરમાત્મા રહેલો છે માટે બીજાના ગુણ કે દોષને નહિ જોતાં પોતાના અહંને જ જોવાનો પ્રયત્ન કરવો જોઈએ.
આ સાધના જેમ જેમ દેઢ થતી જાય છે તેમ તેમ વૈરાગ્ય વધતો જાય છે. જ્ઞાન-દર્શન ઉપયોગ બહારમાં ન જતાં ભીતરમાં સ્થિર થવા માંડે છે. તે જેમ જેમ સ્થિર થાય છે તેમ તેમ બહારના શુભાશુભ
તીર્થકર ભગવંતનું નિર્વાણ કલ્યાણક એટલે યોગ (દેહ)નો નાશ કરેલ છે.