Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
પરિશિષ્ટ
$ 1233
ઋજુસૂત્રનય સંમત માન્યતામાં અંતઃકરણની યથાર્થ ઓળખ છે. દોષોના નાશનું અને ગુણવિકાસનું લક્ષ્ય છે. પ્રતિપળે જાગૃતિ છે માટે કષાયોનો સાનુબંધ નાશ સાનુબંધ ગુણોની પ્રાપ્તિ અને ઉત્તરોત્તર આત્મવિકાસ તેમજ સદ્ગતિની પરંપરા છે. અહિંયા રહેલ જીવ ગુણોની તીવ્રરૂચિના બળે ગ્રંથિભેદ કરી સમ્યગદર્શન પામી શકે છે. અહિંયા અંતઃકરણ અને આત્મા એ બેનો ભેદ-મર્મ પકડાયો નથી માટે અંતઃકરણને જ આત્મા માની ચાલવાપણું છે, આગળ વધવાપણું છે.
: આ ભૂમિકાએ શ્રુતના આધારે આત્મબોધ થાય છે, જાતિ, લિંગ, વચન, કાળ ઇત્યાદિના ભેદ પડે છે. આ નય પૂર્વના નય કરતાં સૂક્ષ્મ હોવાથી અહિંયા શબ્દનું યથાર્થ અર્થઘટન છે અને તેના અનુસારે પ્રવર્તન છે. આ નયની માન્યતામાં વર્તતા જીવને આત્મા શબ્દના ઉચ્ચારણથી આત્મતત્ત્વ યથાર્થ પકડાય છે. અહિંયા રહેલા જીવને એ ખબર પડે છે કે અંતઃકરણ અને આત્મા બંને એકબીજાની નજીક નજીક છે પણ બંને એક નથી. સમીપતા છે પણ સરૂપતા નથી. અંતઃકરણ એ શેય છે અને “હું,' આત્મા-શુદ્ધાત્મા-ત્રિકાલ ધ્રુવ પરમપરિણામિકભાવ રૂપ કેવળ વિજ્ઞાન સ્વરૂપ છું. “હું,” અંતઃકરણ તેમજ બહિષ્કરણનો જ્ઞાતા છું. અહિંયા પ્રજ્ઞાનો પ્રકાશ તીવ્ર હોવાના કારણે અંતઃકરણને સુધારવા રૂપ જાગૃતિ વર્તે છે. પરંતુ ગમે તેટલું અંતઃકરણ નિર્મળ બને તો પણ તેને મારું માનવા રૂપ અજાગૃતિ વર્તતી નથી. પરંતુ અંત:કરણથી જુદા પડી તેમાં વર્તતા ભાવોને જોવા રૂપ અને સ્વીકારવા રૂપ દેખા ભાવ વર્તે છે. આ છે વિહંગમ્ માર્ગ. અહિંયા રહેલ આત્મા ક્યાંય અટવાતો નથી, ક્યાંય ઊભો રહેતો નથી. સડસડાટ આગળ વધે છે. બીજા શબ્દોમાં કહીએ તો પિપીલીકા માર્ગ એ ટ્રેનનો માર્ગ છે, પછી તે ટ્રેન લોકલ ટ્રેન હોય કે
શબ્દ ભાવ વિહોણા નથી. પરંતુ આપણે જ ભાવહીન થઈને શબ્દને રટીએ છીએ અને
શબ્દથી ભાવને પકડતા નથી, માટે ભાવ આવતાં નથી.