Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
પરિશિષ્ટ , 1231
ચરમ પુદ્ગલ પરાવર્તમાં આવે છે. ત્યાં પણ કર્મ પરિણામ મહારાજાની મહેરબાની થતાં જીવને પોતે કોણ છે?” તેની ઓળખ થાય છે. પોતે જડ નથી પણ ચેતન છે. ચેતનમાં પણ અતીત અનાગત સ્વરૂપે નથી, પણ વર્તમાનમાં વર્તતો છે. વર્તમાનમાં પણ વર્તતા અનંતા પોતાના જેવા બીજા જીવો છે, પરંતુ તે બીજા જીવોથી તદ્દન ભિન્ન સ્વકીય રૂપે છે પણ પરકીય નથી. આવી પોતાની આગવી ઓળખ જ્યાં થાય છે તે સ્થૂલ ઋજુસૂત્રનય સાપેક્ષ જીવ વિષયક વિચારણા છે, જે સ્વરૂપ વિચારણા છે. પોતાપણાની આગવી પ્રતીતિ અત્રે થાય છે. “હું” નું ભાન થાય છે. સ્વ ભાન થતાં જે પૂર્વે અભાન અને બેભાન હતો તે સભાન થાય છે. - સૂક્ષ્મ ઋજુસૂત્રનય :- આ નયની માન્યતા અનુસાર જીવને પોતાનું અંતઃકરણ એ જ પોતાનું લાગે છે પણ તે જ અંતઃકરણની તદ્દન નજીક અડીને રહેલ કાયા, વાણી, શ્વાસોચ્છવાસ, હલન ચલનાદિ ચેષ્ટા સેતાના લાગતા નથી. અહિંયા અંતઃકરણને સુધારવા ઉપર લક્ષ્ય છે. તેથી અંતઃકરણમાં વર્તતી રાગાદિભાવોની વિકૃતિ એ પણ પોતાની લાગતી નથી પણ અતઃકરણની નિર્મળતા, ગુણોનો વિકાસ, દોષોનો લાસ અને તેમાં પણ અહમ્ વૃત્તિનું અનુત્થાન, અહંનું અપ્રવર્તન એ જ પોતાના સમજાય છે. ટૂંકમાં કહીએ તો અહિંયા આત્મા એના મૌલિક સ્વરૂપમાં જેવો છે તેવો હજી સમજાયો નથી, તેથી તેની તે સ્વરૂપે શ્રદ્ધા થઈ નથી. તેથી ઉપયોગમાં શુદ્ધ આત્મતત્ત્વની ઝલક આવી નથી પણ મનઃસ્થિતિ કેવી હોવી જોઈએ એની સમજ-ઊંડાણ પકડાયું છે, તેથી મનને નિર્મળ બનાવવા ઉપર પ્રતિ સમયની જાગૃતિ વર્તે છે. માત્ર શબ્દના અર્થને સમજવાપણું જ નથી પણ ભાવને પકડીને તેના ઉપર આરૂઢ થઈ સમગ્ર અંતઃકરણને બદલી નાંખવા ઉપરનું લક્ષ્ય છે. શાસ્ત્રમાં જે વિહંગમ્ માર્ગ
ઘર્મમાં પરિણમવું હોય તો નમ્રમાં નમ્ર બનો ! જાતને કીટવત્ સમજે !
અપમાન દરેકના સહન કરો ! સહન કરશો તો અહમ્ ગળશે.