Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1230 હૃદય નયન નિહાળે જગધણી
નિગોદના જીવો સાથે જીવવું, મરવું એ નેગમ અને સંગ્રહનય સાપેક્ષ છે. નિગોદમાં જીવનું જડવત્ જીવન હોવા છતાં જીવતત્ત્વનો અને ગર્ભિત (પ્રચ્છન્ન-સત્તાગત) પરમાત્મતત્ત્વનો સ્વીકાર કરવો એ નૈગમનય સાપેક્ષ મંતવ્ય છે.
વળી બધાય જીવોને પોતાના જેવા જ જીવરૂપ ગણવા એ સંગ્રહનય સાપેક્ષ મંતવ્ય છે. જાતિ ઐક્યતા એ સંગ્રહનય છે. સંગ્રહનય એ અભેદગ્રાહી હોવાથી બધા જીવોને જાતિ અપેક્ષા વડે અભેદથી ગ્રહણ કરે છે. નૈગમનય ભેદ-અભેદગ્રાહક છે. નૈગમનય ભેદ-અભેદગ્રાહી હોવાથી સંગ્રહ અને વ્યવહાર એ અપેક્ષાથી નેગમના ભેદ કહેવાય છે. સંગ્રહનય એ અભેદગ્રાહક નૈગમનય છે તો વ્યવહારનય એ ભેદગ્રાહક નૈગમનય છે.
વ્યવહાર નય :- કાળ, સ્વભાવ, કર્મ, ભવિતવ્યતા અને પુરુષાર્થ આ પાંચ કારણ સમવાયમાંથી ભવિતવ્યતાની મુખ્યતા થયે છતે તે નિગોદના જીવનું સૂક્ષ્મ નિગોદમાંથી નીકળી બહાર વ્યવહારમાં આવવું અને તેનું પૃથ્વીકાય આદિ નામકરણ થવું, બીજાની સાથે વ્યવહારમાં એટલે કે સંગમાં આવવું અને બીજાની સાથે વ્યવહાર થવો એ વ્યવહાર નય સાપેક્ષ મંતવ્ય છે અર્થાત્ તે વ્યવહારનય સંમત ક્રિયા છે કે, જેમાં જીવનું નામકરણ અને જીવના ભેદ છે. એ જીવનું નિગોદની અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં આવાગમન છે. એ અવ્યવહારરાશિની સુષુપ્તાવસ્થામાંથી વ્યવહારરાશિની સક્રિયતામાં પ્રવેશ છે. વ્યવહાર એ સંગ્રહનો વિધિપૂર્વક ભેદ કરે છે અને પર પુદ્ગલ સાથે અભેદ વ્યવહાર કરે છે.
સ્થૂલ ઋજુસૂત્ર નય ઃ- વ્યવહાર રાશિમાં, ભવિતવ્યતાના પરિપાકથી આવ્યે છતે કાળનો પરિપાક થતાં જીવ અચરમાવર્તકાળ ઓળંગી
ઘર્મનો અર્થ એ છે કે દેહના કર્તા-ભોક્તા ભાવ છોડવા, જ્યારે અઘર્મ એટલે દેહના કર્તા-ભોક્તા ભાવ યાલુ રાખવા.