Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી મહાવીરજી - 1201.
ઘાતકર્મો પાડી રહ્યા છે. ક્ષપકશ્રેણી પ્રાયોગ્ય વીરરસ ન ઉછળે ત્યાં સુધી તેઓને સંતોષ નથી. આત્મામાં વીરરસ ન ઉછળે ત્યાં સુધી કર્મની સામે જંગ માંડી શકાતો નથી. જેમ જેમ પ્રકૃતિ ઉપર વિજય મળતો જાય છે, અંદરની વિશુદ્ધિ વધતી જાય છે, ઉપર ઉપરના ગુણસ્થાનકની સ્પર્શના થતી જાય છે તેમ તેમ અંદરમાં આનંદના ઉછાળા આવે છે. સાધક તેને પોતાની જાગૃતિના બળે સમાવે છે. ધ્યાન સાધના દ્વારા ભીતરની વિશુદ્ધિ વધતાં આત્મામાં દૃઢતા, નિર્ભીકતા, સાધ્યની નિકટતા, સમાધિની અપૂર્વતા વગેરે ભાવો અનુભવાય છે.
આત્માની અંદરમાં પડેલ અજ્ઞાનના અંધારાને ઉલચેવા માટે તેમજ જન્મ મરણાદિ દુઃખોની બેડીઓમાંથી છૂટકારો પામવા, પોતાના શાશ્વત જ્ઞાનાનંદ સ્વરૂપ પરમપદને પામવા, સ્વભાવદશામાં જ વીર્યને ફોરવવાનો અંગુલિ નિર્દેશ યોગીરાજ કરી રહ્યા છે. અજ્ઞાનના યોગે અનાદિકાળથી આરંભ-સમારંભ તેમજ બીજાઓને પ્રતિકૂળ વર્તવા રૂપે વીર્ય ફોરવીને ઉન્માર્ગ ઉપર ચાલવામાં આ જીવે કાંઈ બાકી રાખ્યું નથી. તેનાથી કલ્પનામાં પણ ન આવે તેવા નરકાદિના ઘોર દુઃખો આ જીવ પામ્યો છે. હવે તેનાથી બચવા કવિશ્રી પોતાના માધ્યમે આપણને સન્માર્ગ બતાવી " રહ્યા છે અને મોહની નિદ્રામાં સૂતેલા એવા આપણને જગાડી રહ્યા છે. . વીર્યનું ફુરણ તો આ જગતમાં બધાં જ કરી રહ્યા છે પણ તે સ્કુરણ ક્યાં કરવું તેનું ભાન, અજ્ઞાનથી પીડાતા જગતને નથી. જ્યાં સુધી ભીતરમાં અજ્ઞાન પડ્યું છે, ત્યાં સુધી વીર્યસ્કુરણને સમ્યમ્ દિશા નહિ મળે. આત્માનું મૂળભૂત શુદ્ધ સ્વરૂપ રુચિપૂર્વક ખ્યાલમાં આવે, શ્રદ્ધાપૂર્વક અંતરમાં ભાસે, શુદ્ધ ઉપયોગનું સામર્થ્ય સમજાય, ભીતરમાં ઉપયોગ અને પરિણતિ વળે; તો રાગાદિ વિભાવભાવોની ત્રાસદાયકતા આપોઆપ
ઉપયોગથી મોહ અને આસક્તિએ કરીને અને પ્રદેશથી શીખીની જેમ આત્મા અને
દેહનો બહુ અભેદ સંબંધ જે છે તે જ દેહભાવ છે.