Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1214 , હૃદય નયન નિહાળે જગધણી ,
કર્મ, પહેલાં દેહની મૂછ વધારનારું બનતું હતું, તે હવે લોકોપકારક બનીને રહે છે. આમ ઘાતકર્મનો નાશ થતાં અઘાતી કર્મ માત્ર આકાર રૂપે જ રહી જાય છે. ઘાતી કર્મોની સીધી અસર ઉપયોગ પર પડે છે જ્યારે અઘાતકર્મોની અસર આત્મપ્રદેશ અને દેહ ઉપર પડે છે.
આમ આ ચોથી કડીમાં વીર્યગુણને વિશુદ્ધ અને વર્ધમાન કરવા દ્વારા યોગોની સ્થિરતા વધારતાં વધારતાં અંતે અયોગી અને સિદ્ધ બનવાની વાત કવિશ્રી કરી રહ્યા છે.
આખીય આત્મઉત્થાનની એટલે કે આત્માના પરમાત્મસ્વરૂપની પ્રગટી કરણની-આત્મ વિકાસની પ્રક્રિયા આ પ્રમાણે છે.
ચોથુ ગુણઠાણું પ્રાપ્ત થતાં મિથ્યાત્વરૂપ પર પરિણતિ જાય છે એટલે કે ત્યાં વિપર્યાસ મુક્તિ મળે છે.
પાંચમું અને છઠું ગુણઠાણું પ્રાપ્ત થતાં અવિરતિરૂપ પર પરિણતિ જાય છે એટલે ત્યાં ભોગમુક્તિ મળે છે.
સાતમા ગુણઠાણે પ્રમાદરૂપ પરિણતિ જતાં પ્રમાદમુક્તિ મળે છે.
આઠમા ગુણઠાણે ધર્માનુષ્ઠાનરૂપ પરપરિણતિ જાય છે એટલે ક્રિયામુક્તિ મળે છે.
નવમા અને દશમા ગુણઠાણે પણ ક્રિયામુક્તિ જ છે. કારણકે ઉપયોગ સ્વરૂપમાં લીન-લીનતર બન્યો છે.
બારમા ગુણસ્થાનકે કષાય સર્વથા નાશ પામ્યા હોવાથી મોડમુક્તિ મળે છે.
તેરમા ગુણસ્થાનકે છદ્મસ્થભાવરૂપ પર પરિણતિનો નાશ હોવાથી
મૌન રહેવું એ વયનયોગનું ધ્યાન છે.