Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી મહાવીરજી
1219
ગુણસ્થાનકની શ્રેણીએ ચઢવામાં છે. પોતાનું સ્થિરપદ-વીરપણું એ પોતાનામાં જ છે, તેને જીવ પિછાને અર્થાત્ ઓળખે-પહેચાને.
ઃ
વિવેચન : પ્રભુ પાસે વીરપણું માંગવાનો વિચાર કરતાં કવિશ્રીને પ્રભુએ કહેલા ઉપદેશનું સ્મરણ થયું એટલે તેઓ પોતે જ ખુશી થઇને કહે છે કે હે નાથ! મેં આપની પાસે વીરપણું માંગ્યું ત્યારે મારી સ્મૃતિમાંથી આપની કહેલી વાત ભૂલાઇ ગઇ હતી કે, “દરેક જીવો સત્તાએ આપના જેવા જ છે એટલે કે દરેકના આત્મામાં સત્તાએ વીરપણું રહેલું જ છે. દરેક જીવો પોતાના ગુણોએ કરીને પૂર્ણ છે” એ વાત સ્મૃતિમાં આવતા ખાત્રી થઇ કે તે વીરપણું તો મારામાં જ છે, તેના પ્રત્યક્ષ અનુભવ થઇ શકે છે તેમજ ગુરુપરંપરાથી વિશેષ જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો તેના માધ્યમે પણ વીરત્વનો અનુભવ કરી શકાય છે. જ્ઞાન અને ધ્યાન જેમ જેમ વધતાં જાય છે, તેમ તેમ આત્માનુભૂતિની દિશા ખુલતી જાય છે. “વીરપણું તે આતમ ઠાણે'' કહેવા દ્વારા કવિશ્રી જણાવે છે કે પોતાના આત્મામાં રહેવામાં જ સાચું વીરપણું છે. આત્મામાં ઠરવામાં જ સાચી વીરતા છે. વીર્યની અનંતતાથી વીરપણું છે. મારા આ વીરપણાની જાણ હે નાથ ! આપની વાણીથી થઈ છે કે જેવી ઘેટાંના ટોળામાં ઉછરેલા સિંહબાળને એના સિંહપણાની ઓળખ વનરાજ સિંહે કરાવી હતી.
ભગવાન પતંજલિ પણ કહે છે કે, આપ્ત પુરુષના વચનરૂપ આગમ વડે, એ આગમને અનુસરનારા અનુમાન જ્ઞાન વડે તેમજ સમિતિ ગુપ્ત્યાદિના પાલનરૂપ યોગાભ્યાસ રસ વડે; એમ ત્રણ પ્રકારે પ્રજ્ઞાને સમ્યગ્ બનાવતો-નિર્મળ બનાવતો આત્મા, પાપરૂપી સંમોહનો નાશ કરી શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન દ્વારા આત્મતત્ત્વના સાક્ષાત્કાર રૂપ ઉત્તમ તત્ત્વને પામે છે; અન્યથા નહિ. શ્રુતજ્ઞાન પાણી જેવું છે,
જે તરસ
તીર્થંકર ભગવંતનું જન્મકલ્યાણક એટલે સમકિત વર્તે છે અને મિથ્યાત્વનો નાશ કરેલ છે.