Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1220 , હૃદય નયન નિહાળે જગધણી
1220 %
છીપાવે છે. ચિંતાજ્ઞાન દૂધ જેવું છે, જે ભૂખ ભાંગે છે અને પોષણ કરે છે જ્યારે ભાવના જ્ઞાન અમૃત જેવું છે, જે મૃત્યુ નિવારે છે. આત્મ તત્ત્વનો સાક્ષાત્કાર કરવા માટેનો આ રાજમાર્ગ છે.
જેણે આત્મા જાણ્યો તેણે બધું જ જાણ્યું. જૈન કુળમાં જન્મીને અને વીતરાગને માથે રાખીને પણ જેણે શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયથી આત્માનું શોધન નથી કર્યું, તે ભાવ જૈન નથી. પછી ભલેને તે પંચમહાવ્રતધારી સાધુ કેમ ન હોય?
પરમાત્મા શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વરૂપ છે તેથી પરમાત્માના શુદ્ધ દ્રવ્ય ગુણ-પર્યાય સ્વરૂપનું ધ્યાન કરવાથી અનંતા સિદ્ધોનું ધ્યાન થાય છે. આત્માના પ્રત્યેક ગુણને પવિત્ર રાખવો તે જ આત્માનો ધર્મ છે.. “વિનાણે” એટલે સમજણના ઘરમાં કરવું એ જ ધર્મ પ્રાપ્તિની સાચી ક્રિયા છે.
આત્માને પોતાની વીરત્વ શક્તિની પિછાન થઈ નથી માટે જ બધી ગરબડ ચાલે છે. તેની પિછાન થયા પછી મિથ્યાત્વ ભાગવા માંડે છે. જેનામાં વીરરસ ઉછળ્યો તે પુરુષ મળે છે. તે આંતર શત્રુઓને ખતમ કરવામાં પાછી પાની કરતો નથી. શ્રી વીર વાણીનો આ લલકાર છે કે હે આત્મ! તું પોતે જ વીર છો! વીરત્વ બહારમાં ક્યાંય નથી ! તારામાં જ છે ! તારી ભૂલથી જ તારું વીરત્વ ઢંકાઈ ગયું છે, જેથી તે તારામાં હોવા છતાં તારી નજરે ચડતું નથી.
તારા અનંતાનંત ગુણો ઉપર કાર્મણ વર્ગણા કર્મરૂપ બનીને ચોંટી ગઈ છે, તેને સાફ કરવાનું અને ગુણોને પવિત્ર કરવાનું કામ ધ્યાન દ્વારા જ થશે. તારો ધર્મ તારી ભીતરમાં પડ્યો છે. ધ્યાનની પ્રક્રિયા દ્વારા
કેવળી ભગવંતનું અપાતિકર્મના ઉદયરૂપ, જેવું ઉપયોગથી અદિય અને , યોગથી સક્રિય જીવન છે, એવું આપણે સાધનાકાળમાં છાયારૂપે ઉતારવાનું છે.