Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1212 , હૃદય નયન નિહાળે જગધણી
છે, દેહમાં હું પણાની બુદ્ધિ એ જ ભ્રાન્તિ છે; એ સમજાઈ જાય તો દેહ અને દેહના સંબંધોમાં પોતાપણું, સાચાપણું ને સારાપણું લાગે નહિ. આવી સમજ જો આવે તો ગમે તેવા સંયોગ-વિયોગમાં પણ દુઃખ ન થાય. પોતાના ત્રિકાળી ધ્રુવ ચૈતન્યમય આત્મામાં નિરંતર દૃષ્ટિ ટકે, તો જ સંસારનો અંત આવે અન્યથા નહિ.
“શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય
અગુરુલઘુ અમૂર્ત સહજ પદ રૂપ જો.” વીર્ય ગુણ બળવાન થાય ત્યારે શું થાય ? તે હવે યોગીરાજ જણાવી રહ્યા છે –
ઉત્કૃષ્ટ વીરજને વેસે, યોગ ક્રિયા નવિ પેસે રે, યોગમણી ધ્રુવતાને લેશે, આતમ શક્તિ ન બેસે રે.. વીર.૪
અર્થ : જ્યારે આત્માનો વીર્ય ગુણ ઉત્કૃષ્ટપણે ખીલી ઉઠે છે ત્યારે મન, વચન, કાયાના યોગોની પ્રવૃતિ તેમાં પ્રવેશ પામી શકતી નથી, યોગ શક્તિ જ્યારે ધ્રુવતાને અર્થાત્ સ્થિરતાને પામે છે ત્યારે આત્મ વીર્ય તે સ્થિરતાને ખસેડતું નથી.
ત્રીજી કડીમાં શુભમાં પ્રવેશ કરવાની વાત વણી લેવાઈ છે હવે ચોથી કડીમાં શુભમાંથી શુદ્ધની પરાકાષ્ઠાને પામવાની પ્રક્રિયાને કવિશ્રીએ ગૂંથી લીધી છે.
વિવેચનઃ જેમ જેમ ઉપયોગની વિશુદ્ધિ વર્ધમાન બને છે, તેમ તેમ ઉપર-ઉપરના ગુણસ્થાનક ઉપર આરોહણ થતું જાય છે અને ત્યારે મન-વચન-કાયાની પ્રવૃતિ પણ ઘટતી જાય છે. આ યોગની જે સ્થિરતા
પુણ્યનો ઉદય, દુઃખને દબાવે છે; દુઃખનો નાશ નથી કરી શકતો. જે પાપનો નાશ કરી શકે છે
તે દુઃખનો નાશ કરી શકે છે. માટે જ “સત્વ પાણાસણો” કહ્યું છે.