Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1186
હૃદય નયન નિહાળે જગધણી
પરંતુ અત્રે કવિરાજે તો તે પારસમણિના સ્પર્શથી આત્મશુદ્ધિનો માર્ગ ન બતાવતાં, નિમિત્ત કારણની સાર્થકતા જે થકી થાય છે તે ઉપાદાન કારણની વિશેષતા સમજાવી છે કેમકે, જેઓ પૂર્ણ પરમાનંદી શ્રી પાર્શ્વનાથ પરમાત્માના શુદ્ધ-અનંત-અક્ષય સ્વગુણ પર્યાય પરિણમનને યથાર્થ અવિરુદ્ધ સ્વરૂપે જાણીને તે પ્રાપ્ત કરવાના ધ્યેયપૂર્વક તેમની આજ્ઞાનું પાલન કરે છે તેઓ નિશ્ચયે પોતામાં સત્તાગતે રહેલા ચિન-આનંદઘનનો આવિર્ભાવે અનુભવ કરવાવાળા થાય છે... વ્યવહારમાં આપણે જ્ઞાન મેળવીએ છીએ એવો પ્રયોગ કરીએ છીએ પરંતુ વાસ્તવિકતા તો એ છે કે જ્ઞાન-કેવળજ્ઞાન તો અંતરમાં સત્તાગત રહેલું જ છે. વળી પાછું તે બધાંમાં સરખું જ રહેલું છે. એ સત્તાગત કેવળજ્ઞાન ઉપર કર્મના આવરણો છવાઈ ગયા છે.
હવે જે આપણી જ્ઞાન મેળવવાની ક્રિયા છે, તે જ્ઞાન મેળવવાની હિ પણ જ્ઞાન ઉપરના આવરણ હઠાવવાની છે અર્થાત્ અજ્ઞાનને ટાળવાની ક્રિયા છે-જ્ઞાનાવરણીય કર્મને હઠાવવાની ક્રિયા છે. જેમ જેમ જ્ઞાન ઉપરના આવરણ હઠતા જાય તેમ તેમ જ્ઞાન, પ્રગટ થતું જાય. આવરણ પૂર્ણપણે હઠી જાય તો પૂર્ણજ્ઞાન-કેવળજ્ઞાન પ્રગટે.
પ્રત્યેક વ્યક્તિનું સત્તાગત જ્ઞાન એક સરખું હોવા છતાં જ્ઞાન ઉપરના આવરણો જુદા જુદા છે. તેથી જ વક્તાનું જ્ઞાન બધા જ શ્રોતાઓને એક સાથે, એક સમયે, એકજ ક્ષેત્રમાં સરખું મળતું હોવા છતાં પ્રત્યેકને જુદું જુદું પરિણમે છે કારણ કે પ્રત્યેકના આવરણ જુદા જુદા છે, તેને દૂર થવામાં તરતમતા રહે છે અને તેથી જ ક્યારેક વિધિવત્ જ્ઞાન સંપાદન કર્યા વિના ભક્તિયોગથી કે ગુરુકૃપાદિ બીજા યોગ સંયોગને કારણે જીવમાં શુદ્ધિ થઈ જાય તો આવરણ આપોઆપ
આત્માના સુખનો અનુભવ કાયક્રિયાથી નહિ થાય પરંતુ વૃત્તિથી થાય. સ્વરૂપ લક્ષ્ય કરીને વૃત્તિક્રિયા કરીને આવરણ હઠાવવાનું છે.