Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1192 , હૃદય નયન નિહાળે જગધણી
નિમિત્તની અસર ઉપાદાન ઉપર થાય છે માટે જ જ્ઞાની પુરુષો સત્સંગ સેવન ઉપર આટલો બધો ભાર મૂકે છે અર્થાત્ તેના અનિવાર્યપણાને જણાવે છે. તરવાના સઘળા નિમિત્તોમાં સત્સંગને બળવાન નિમિત્ત ગણાવે છે. દ્રવ્યો પોતાની શુદ્ધ અવસ્થામાં કાંઈ જ કરતા નથી અને પોતાનામાં જ રહે છે માટે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી એમ કહેવામાં આવ્યું છે પણ નિમિત્ત, ઉપાદાનને કાંઈ કરી શકતું નથી એવું લખવામાં આવ્યું નથી. બાકી પોતાની સમજણ ફેરથી કાંઈ દુનિયા ચાલે નહિ.
નિશ્ચય દૃષ્ટિથી બધા જ દ્રવ્યો સંકોત્કીર્ણ છે, પોતપોતાના સ્વભાવમાં છે. નિશ્ચય દૃષ્ટિથી કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યમાં એકાકાર થાય નહિ. જો થાય તો એનો સ્વભાવ બદલાઈ જાય પણ એવું થતું નથી. વીંટીમાં સોનું અને તાંબુ બે ભેગા થયેલા છે. છતાં સોનુ તાંબાને કાંઈ કરી શકતું નથી અને તાંબુ સોનાને કાંઈ કરી શકતું નથી. એ બે છૂટાં પાડી શકાય તેમ છે પણ તે એમને એમ જુદા પડી શકે નહિ. તેને જુદા પાડનાર સાયન્ટિસ્ટ જોઈએ. તેમ દેહ અને આત્મા એક ક્ષેત્રે આવી મળ્યા છે. એકમેક થયા છે પણ એકરૂપ નથી થયાં. તેને જુદા પાડનાર આત્મજ્ઞાની કે પરમજ્ઞાની સ્વરૂપ સાયન્ટિસ્ટ જોઈએ-વીતરાગ વિજ્ઞાન અને તેનો પ્રયોગ જોઈએ. જ્ઞાની separator છે જે I (હું) ને My (મારા) થી separate કરે છે.
નિમિત્ત એટલે હું કાંઈ તમને આપતો નથી કે લેતો નથી પણ તમારામાં જ રહેલું તમને તમારું જ દેખાડું છું. નિમિત્ત તો માત્ર માર્ગદર્શક છે, પ્રેરક છે, કારક નથી અને તેથી કર્તા પણ નથી. નિમિત્તની હાજરીમાં નિમિત્ત ઉપરના આદર-બહુમાનથી ઉપાદાનની
આત્મા આત્માનો ભાવ કરે તે ઘર્મ. આત્મા આત્માના ભાવ ન કરે તે અધર્મ.