Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી પાર્શ્વનાથજી , 1181
વસ્તુત્વ ગુણ કહે છે. વસ્તુત્વ ગુણથી દ્રવ્યને વસ્તુ એવું નામ પ્રાપ્ત થાય છે. ગુણપર્યાય જેમાં વસે છે તેને વસ્તુ કહેવાય. વસ્તુત્વ ગુણ જે વસ્તુની Property ગુણધર્મ છે જેનાથી વસ્તુની ઓળખ થાય છે. માટે તેને વસ્તુ કહેવાય છે. દરેક દ્રવ્યનું જે પોતાના ગુણ-પર્યાય અનુસાર પ્રતિસમયે પરિણમન ચાલુ જ રહે છે. આ પરિણમનનું કાર્ય એક ક્ષણ માટે પણ થંભ્યા વિના અનાદિ અનંતકાળથી અવિરતપણે ચાલુ જ છે; તે આ વસ્તુત્વ ગુણના કારણે છે. દરેક ગુણ પોતાનું કાર્ય કરે છે પણ બીજાનું કાર્ય કરતો નથી. જ્ઞાનગુણ શ્રદ્ધાગુણનું કાર્ય કરતો નથી. શ્રદ્ધાળુણ ચારિત્ર ગુણનું કાર્ય કરતો નથી.
પ્રત્યેક દ્રવ્ય અને તેના ગુણો પોતપોતાની પ્રયોજનભૂત ક્રિયા કરતા હોય છે માટે કોઈ પણ દ્રવ્ય કે ગુણો નકામા નથી, નિરર્થક નથી. હું આત્મદ્રવ્ય છું અને “જાનન ક્રિયા-જાણવું તે મારું કાર્ય છે, એની બરાબર શ્રદ્ધા થતાં પર દ્રવ્યો અને તેના ભાવો પ્રત્યે કર્તા બુદ્ધિ નીકળી જાય છે અને અનધિકારી ચેષ્ટાનો અંત આવે છે એટલે મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. પર દ્રવ્યોનું પરિણમન' તેના પોતાના કારણે થાય છે એમ જાણવાથી પરદ્રવ્યો પ્રત્યે “રાગ-દ્વેષ' ઉત્પન્ન થતાં નથી અને કર્તુત્વભાવ નીકળી જાય છે અર્થાત્ દ્રવ્યનું દ્રવ્યત્વ-વસ્તુત્વ પોતાના ગુણે-પર્યાયમાં છે. ટૂંકમાં વસ્તુત્વ ગુણ જે વસ્તુની Property-ગુણધર્મ છે જેનાથી વસ્તુની ઓળખ થાય છે. ( ૩) દ્રવ્યત્વ ગુણની શ્રદ્ધાથી લાભ..
દ્રવ્યત્વ એટલે “સ્વભાવમાં દ્રવવું. દરેક દ્રવ્ય ઉત્પાદ-વ્યય અખંડ પ્રવાહરૂપે સતત ચાલુ જ રહે છે. પોતાની “અવસ્થા' નિરંતર
તીર્થંકર પરમાત્મા તથા સર્વજ્ઞ કેવળીભગવંતો આપણા સાયા માતા પિતા, મિત્ર, બંધુ જ્ઞાનથી અને પ્રેમથી છે. સંસારી માતાપિતા, મિત્ર, બંધુ આદિ તો સાપેક્ષ પ્રેમી છે; જે સ્વાર્થી પણ હોઈ શકે.