Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી પાર્શ્વનાથજી , 1177
- તેનું વજન જરૂરથી લાગે છે. માથું ગરમ પણ થઈ જાય છે જેથી ઘડાને કે પોટલાને થોડીવારમાં ફેરવવું પડે છે. આવા દૃષ્ટાંતથી અગુરુલઘુગુણની કાર્યશીલતા યત્કિંચિત જાણી શકાય છે.
પ્રત્યેક વચનયોગ અને મનોયોગમાં કાયયોગ વણાયેલો જ છે. મનોવર્ગણા અને ભાષાવર્ગણાના પુદ્ગલોનું ગ્રહણ કાયયોગથી થતું હોવાથી તે નિશ્ચયનયથી અગુરુલઘુગુણ બધા ગુણોમાં વણાયેલો છે. અને તેથી જ બધા ગુણો પ્રતિસમયે પડ્ઝણ હાનિ વૃદ્ધિ રૂપે પરિણમે છે. બધા દ્રવ્યોમાં અગુરુલઘુગુણ સામાન્ય ભાવે છે. અગુરુલઘુગુણે કરીને આખું જગત અભિન્ન છે. સર્વ દ્રવ્યો શેયભાવથી અભિન્ન છે. પ્રત્યેક સમયના વર્તમાન પર્યાયને જાણવાથી પર્યાયથી અભિન્ન એવું દ્રવ્ય પણ જણાઈ આવે છે. ભગવાન ક્ષાયિકભાવમાં પોતાનું નિત્યત્વ પ્રગટ કરે છે પછી જ બીજા પર્યાયોને જોઈ શકે છે.
નો માં ગાબડું સો સળં નાખફા . શંકા જ્ઞાનથી જ જોય જણાય છે અને કેવળજ્ઞાન દ્વારા સર્વ જોયો જણાઈ જાય છે તો પછી કવિશ્રીએ, “અગુરુલઘુ નિજ ગુણને દેખતાં, - દ્રવ્ય સકલ દેખત” આવી વાત કેમ કરી ? . સમાધાનઃ જ્ઞાનથી જોય જણાય છે એ વાત સાચી છે પણ અગુરુલઘુગુણની સાધમ્મતાના માધ્યમે આખું જગત જાણવું છે તેથી પહેલા આ વાત કરી. વળી શરૂઆતમાં જ જણાવી આવ્યા છીએ કે પોતાના જ્ઞાનરૂપી દર્પણમાં સકળ દ્રવ્યોને એક સાથે જોવા જાણવાની શક્તિ જ્ઞાનમાં રહેલી છે પણ જો આ અગુરુલઘુગુણ આત્માના અનંતગુણો અને પ્રત્યેક સમયની અનંત અનંત પર્યાયોમાં વ્યાપેલો ન હોય
સપ્તભંગી પૂર્ણ તત્ત્વનું લક્ષ્ય કરાવે છે. જ્યારે સાત નય પૂર્ણ તત્ત્વની પ્રાપ્તિ અંગે વિકાસ કરાવીને પૂર્ણતાએ પહોંચાડે છે.