Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1174 . હૃદય નયન નિહાળે જગધણી
દ્રવ્યાર્થિક નયથી દ્રવ્ય ધ્રુવ છે.
પર્યાયાર્થિક નયથી દ્રવ્ય પરિણામી છે એટલે કેવળીના પર્યાય પણ પર્યાયાર્થિક નયથી તે તે સમયની યોગ્યતા પ્રમાણે બદલાય છે.
યોગ્ય એ દ્રવ્ય છે. એ આધાર છે, જે પ્રદેશપિંડ છે. Proprietor છે.
યોગ્યતા એ શક્તિ છે-ગુણ છે. એ દ્રવ્યનું કે વસ્તુનું વસ્તુત 89. Properties 89.
યોગ્યતાનું ભવન એ ફળ છે, પર્યાય છે, કાર્ય છે, પરિણમન છે and USISIE 89. Function of Properties 89.
પદાર્થમાં થવારૂપે પરિણમન છે જ્યારે કેવળજ્ઞાનમાં જોવારૂપ પરિણમન છે. તમે સામેથી ઉઠીને બીજે બેઠા તો જોવારૂપે પરિણમનનું કાર્ય પણ બદલાય છે.
દ્રવ્યોમાં અગુરુલઘુ ગુણ પદ્ગણ હાનિ વૃદ્ધિ રૂપે પ્રવર્તી રહ્યો છે માટે છ દ્રવ્યો વિષયક જ્ઞાનીનું જ્ઞાન પણ પદ્ગણ હાનિવૃદ્ધિરૂપે થશે. દા.ત. ક્ષમાં ગુણ લઈએ કે ક્રોધ દોષ લઈએ તો ભિન્ન ભિન્ન જીવોમાં તેનું તરતમભાવે પરિણમન રહેવાનું. સૂક્ષ્મદ્રષ્ટિથી વિચારતા તો આ પરિણમન અસંખ્યાત ભેદે હોવા છતાં જ્ઞાનીઓ તેને જગતના જીવોને સમજાવવા છે પ્રકારની હાનિ અને છ પ્રકારની વૃદ્ધિ એમ બાર ભાવમાં સમાવે છે.
પુદ્ગલ દ્રવ્યમાં પણ કોઈ નાના પત્થરની અપેક્ષાએ મોટા તેનાથી મોટા પત્થરોમાં સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ કે અનંતગુણ પરમાણુઓની અધિકતા હોઈ શકે છે તેમ વિપરીત સંખ્યાત ભાગ, અસંખ્યાત ભાગ કે અનંતભાગ પરમાણુઓની ન્યુનતા પણ ઘટી શકે છે.
ઘર્મસાધક, વિરોધી માણસને કેમ સહન કરે છે તે ઉપર અધ્યાત્મનો આધાર છે. જો સમતા રાખીએ તો વિરોધી આપણા પાપ ધૂએ છે જ્યારે અવિરોધી આપણા પુણ્યને ટેકો આપે છે.