Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1130
હૃદય નયન નિહાળે જગધણી
છે. જેમાં સુખ બુદ્ધિ સ્થાપી છે તેનો જ રાગ છે અને તે જ સુખ આપે છે અન્યથા જેમાં દુઃખ બુદ્ધિ છે, તેનો દ્વેષ છે અને તે એને દુઃખદાયી બને છે. વસ્તુ એની એ જ છે પણ તે એકને સુખદાયી અને બીજાને દુઃખદાયી બને છે તેમાં કારણભૂત તે પદાર્થ પ્રતિ વર્તતા રાગ-દ્વેષ છે. વળી વસ્તુ એ જ હોવા છતાં, વ્યક્તિ પણ તે જ હોવા છતાં કાળ-ફરી જતાં ને ભાવ ફરી જતાં તે સુખદ હોય તો દુઃખદ પણ બની શકે છે અને દુઃબંદ હોય તો સુખદ પણ બની શકે છે.
આત્મા એ ચેતન દ્રવ્ય હોવાથી જ્ઞાનાદિકમાં જ પરિણામ પામી શકે પણ પુદ્ગલ દ્રવ્યની જેમ તે વર્ણાદિમાં કાયદેસર પરિણામ પામી શકે નહિ અને પામતો જે અનુભવાય છે તે ભ્રમણા છે-મૂઢતા છે. "
જ્ઞાન તો મોદકનો રસાસ્વાદ જાણી શકે પણ તેમાં રમણતા કરાવનાર ચારિત્રનો મિથ્યાઅંશ, ચારિત્ર મોડ ભળેલો છે માટે તે મોદક ખાતા આનંદ અનુભવાય છે અને આ મોદક ખાવામાં જે રમણતાઆનંદ આવે છે તે સાચો છે, તાત્વિક છે, બરાબર છે, એવું જે ભીતરમાં મનાય છે, તે દર્શનમોહના ઉદયથી છે. દર્શનમોહનો-મિથ્યાત્વ મોહનો ઉદય જ્ઞાન સાથે એટલે કે મતિજ્ઞાનના ઉદય સાથે જ્યારે ભળે છેએકમેક થાય છે ત્યારે જ્ઞાન વિકૃત બને છે અને તેથી વિપરીત શ્રદ્ધાન, વિપરીત માન્યતાનું જોર આત્મામાં પ્રવર્તે છે. પોતાના જ્ઞાન સ્વરૂપમાં રમણતા કરવી તે સમ્યગું ચારિત્ર છે; તેના બદલે પર પદાર્થનાઈન્દ્રિયના વિષયમાં કે પરભાવમાં રમણતા કરાય તે મિથ્થા ચારિત્ર સમજવું જેમાં ચારિત્ર મોહનો ઉદય કામ કરી રહ્યો છે.
જ્યાં સુધી મોદક સારો છે એવું માન્યતામાં રહ્યા કરે ત્યાં સુધી
સત્તા, સમૃદ્ધિ, શક્તિ, કળા એ સંસારમાર્ગ છે, જે આવરણ વધારે છે.