Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1164 , હૃદય નયન નિહાળે જગધણી
ગુણ હોવાથી, કોઈપણ ચીજનું પ્રતિબિંબ પડી શકે છે. તે દષ્ટાંતથી અગુરુલઘુગુણની અત્યંત સ્વચ્છતાના કારણે આત્મામાં પણ પરવસ્તુ પ્રતિભાસિત થાય છે.
વિવેચનઃ આત્મા એના શુદ્ધ સ્વરૂપમાં અગુરુલઘુ સ્વભાવનો છે. આત્મા ભારે નથી હલકો નથી. ગુરુ નથી લઘુ પણ નથી, જાડો નથી, પાતળો નથી, ઊંચો નથી, નીચો નથી. તેમ આત્માના અનંતા ગુણો પણ તેવા જ અગુરુલઘુ સ્વભાવે છે. તેમજ દરેક ગુણની પ્રતિ સમયની પર્યાયો પણ અગુરુલઘુ સ્વભાવે છે. આત્મા અગુરુલઘુ સ્વભાવનો છે.
જ્યારે આત્માના સ્વાભાવિક ગુણોથી અતિરિક્ત બીજા બધા વૈભાવિક ગુણો ક્રોધ, માન, માયા, લોભ, રાગ-દ્વેષ, મોહ તેમજ ક્ષયોપશમ ભાવને પામેલ મૈત્રી, પ્રમોદ, કરૂણા, વાત્સલ્ય, ક્ષમા, સરળતા, નમ્રતા, સંતોષ આદિ બધા હાનિ-વૃદ્ધિવાળા એટલે ગુરુલઘુ આદિ સ્વભાવના છે અર્થાત્ તરતમતાવાળા છે.
ક્રોધ આવે ત્યારે શરૂઆતમાં થોડો હોય પણ પછી વધતો વધતો ટોચે જાય અને ત્યાંથી પાછો ઊતરવા માંડે અને ખલાસ થાય; તેથી આપણને તેની ખબર પણ પડે. જ્યારે આત્મામાં અને તેના પૂર્ણ ગુણોમાં આવી ચઢ-ઉતર કે વધ-ઘટ ક્યારે પણ નથી. એ જેવો છે તેવો છે અને જેમ છે તેમ છે. As it is forever.
અગુરુલઘુ સ્વભાવના કારણે દરેક દ્રવ્યોનું દ્રવ્યત્વ, દરેક દ્રવ્યના ગુણો અને તેની પર્યાયો જેમ છે તેમ જ રહે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે થતું નથી. એક ગુણ બીજા ગુણરૂપે થતો નથી તેમ એક પર્યાય બીજી પર્યાયરૂપે થતી નથી અર્થાત્ દ્રવ્યાંતર પણ નથી, ગુણાતર પણ નથી અને સ્થિત્યાંતર પણ નથી. વસ્તુના વસ્તુસ્વભાવની સદાકાળની સર્વદા, સર્વત્ર,
તારે સેલ્ફ (mહર)-સ્વયં બનવાનું છે, તે સમજીને સાવન કરજે. બહારનું સાઘન-આલંબન લેવું પડે તો લેજે પરંતુ પરાવલમ્બી રહેવા માટે નહિ.