Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી પાર્શ્વનાથજી , 1163
સર્વમય બની જાય છે. એ એકાકાર થવાથી સર્વકાર બની જાય છે અને શૂન્યાકાર (એટલે અસરની અભાવવાળો થઈને) રહે છે. તેના શાનમાં આખું વિશ્વ સમાઈ જાય છે એટલે તે સહુનો બનીને રહે છે. આકાશ સહુને પોતાનામાં સમાવે છે, તેથી આકાશ સહુ કોઈનું બનીને રહે છે. એ જ રીતે કેવળજ્ઞાન પોતાનામાં સહુ જોયોને સમાવવા દ્વારા સર્વાકાર છે પણ શેયમય ન થતાં તેનાથી નિર્લેપ પોતે પોતાના શાયક સ્વભાવમાં જ રહે છે તેથી શૂન્યાકાર છે. આકાશ સહુને સમાવે છે પરંતુ તે કોઈનું થતું નથી તેમ જ્ઞાન સહુ કોઈ શેયને સમાવે છે પણ જ્ઞાન કોઈ શેયરૂપ થતું નથી એ અનેક વચ્ચે પણ એક થઈને જ રહે છે. એની વીતરાગતા પ્રેમપૂર્વકની હોય છે અને એનો પ્રેમ વીતરાગતા પૂર્વકનો હોય છે. એના પ્રવર્તનમાં સરળતા એટલે કે ભેદભાવ રહિતતા, સહજતા એટલે કે અપ્રયાસતા અને સાતત્યતા એટલે કે નિરંતરતા હોય છે. આ છે છઠ્ઠી કડીનો મર્મ. . છે. છઠ્ઠી કડીમાં ઉઠાવેલ શંકાના સમાધાનરૂપે હવે સાતમી કડીમાં કહે છે –. આ અગુરુલઘુ નિજ ગુણને દેખતાં, દ્રવ્ય સકલ દેખત સુશાની
સાધારણ ગુણની સાધર્મેતા, દર્પણ જલ દષ્ટાન્ત... સુજ્ઞાની.૭ . અર્થઃ અગુરુલઘુ એવા નિજગુણને દેખતાં કેવલી અને સિદ્ધના જીવો સકળ પર દ્રવ્યને જોઈ રહ્યાં છે. અગુરુલઘુપણું એ સાધારણ એટલે સર્વવસ્તુમાં વ્યાપીને રહેલ વ્યાપક સામાન્ય ગુણ છે. તે ગુણની આત્મા સાથે સાધર્મતા અર્થાત્ સમાન ધર્મતા રહેલી છે. માટે આત્મામાં સર્વ પરપદાર્થોનું પ્રતિબિંબ પડે છે. તે માટે દૃષ્ટાંત આપતાં કહે છે કે દર્પણ એટલે કે અરીસો અને જલ એટલે કે પાણીમાં પ્રતિબિંબ ગ્રાહકતા રૂપ
દેહભાન ભૂલવું એ યાત્રિ ઉપયોગ છે.