Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી પાર્શ્વનાથજી , 1165
સર્વથા સમરૂપતા એ જ એની અગુરુલઘુતા છે.
ઉપર મુજબની હકીકત હોવા છતાં ય દ્રવ્યના “સહભાવી ગુણો વચ્ચે સચરત્વ કે સહઅસ્તિત્વ રહેલું છે. Perfect Harmony and Balance સંપૂર્ણ સુસંવાદિતા અને સમતુલ્યતા રહેલાં છે. એટલે દ્રવ્યના નિયત ગુણો પરસ્પરથી ક્યારેય વિખૂટા પડતા નથી તેમ એકબીજારૂપે એકમેક-એકરૂપ પણ થઈ જતાં નથી પણ પોતાની નિર્ધારિત સીમામાં રહી પરિણમન પામે છે. બધા જ દ્રવ્યો એક સાથે રહેવા છતાં એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે અનંતકાળમાં ક્યારે પણ થતું નથી. - ટૂંકમાં દરેક દ્રવ્યમાં સ્વતંત્રતા છે, દરેક ગુણોમાં સ્વતંત્રતા છે અને દરેક પર્યાયોમાં પણ સ્વતંત્રતા છે અને પાછી સાથે સાથે સુસંવાદીતા અને સમતુલ્યતા છે. આ અગુરુલઘુ ગુણ દરેક દ્રવ્યોને, તેના દરેકે દરેક ગુણોને તેમજ દરેક પર્યાયોને સમતોલ રાખે છે. ગુણકાર્ય થવા છતાં, વીર્ય વ્યાપાર થવા છતાં કોઈ ઘસારો પહોંચતો નથી અને ષગુણ હાનિવૃદ્ધિ થવા છતાં સમતુલા લેશમાત્ર ખોટવાતી નથી. બલ્ક પદ્ગણ હાનિવૃદ્ધિથી જ સમતુલાસમરૂપતા જળવાઈ રહે છે. આ કારણે દરેક દ્રવ્ય-ગુણ-પર્યાય પોતાનામાં જ પ્રતિષ્ઠિત થઈને રહે છે. આ અગુરુલઘુ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેયમાં વ્યાપે છે. જેમ જ્ઞાન ગુણ સર્વગુણોમાં ભળેલ હોવાના કારણે આત્માના બધા ગુણો ચેતનવંતા છે, તેમ આ ગુણ પણ સર્વગુણોમાં વ્યાપીને રહેલ હોવાથી આત્માના બધા ગુણો દેદીપ્યમાન છે, ઝળહળતા છે. તે જ રીતે જ્ઞાન પર્યાય, દર્શન પર્યાય, ચારિત્ર પર્યાય બધામાં આ ગુણ ભળેલો છે. બધામાં રહેલો હોવા છતાં બધા સાથે હળીમળીને રહે છે અને કોઈને ઉપદ્રવ કરતો નથી. પરંતુ બધાંયની સમતુલા સાચવવા પૂર્વક બધાંયને સુસંવાદીત રાખવામાં કારણભૂત બને છે.
જગતને શાંતિ આપી શકે તે ગુરૂ સાયા. જગતને શાંતિ અતભાવ બતાડીને આપી શકાશે અને
નહિકે દૈતભાવની ઘમાલથી.