Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1156 , હૃદય નયન નિહાળે જગધણી
TI
,
ટૂંકમાં સામાન્ય સત્તા અને વિશેષ સત્તા તાદાભ્ય સ્વરૂપ છે અર્થાત્ એકાત્મક છે. તે પૃથક પૃથક વસ્તુ નથી. એક બીજાની અભિવ્યંજક છે. શેયની પરાવર્તનાને લીધે સિદ્ધાવસ્થામાં પણ શેય સાપેક્ષ જ્ઞાનની , પર્યાય પલટાય છે પણ તેથી આત્માના અનંત જ્ઞાન-દર્શનને ક્યારે પણ આંચ આવતી નથી માટે આત્મા શાશ્વત છે, તેમ તેના અનંત જ્ઞાનાદિ ગુણો પણ શાશ્વત છે.
સમયે સમયે જેમ પ્રત્યેક જડ-ચેતન દ્રવ્યોનું પરિણમન સહેતુક ઉત્પાદ-વ્યય સ્વરૂપી હોય છે, તેમ સિદ્ધ ભગવંતોનું જ્ઞાન પણ સમયે સમયે તેવા પ્રકારે ઉત્પાદ-વ્યય સ્વરૂપી અવશ્ય હોય છે. પરંતુ દ્રવ્ય ધર્મથી જોતાં તેઓએ પોતે પોતાની સકળ ગુણસંપદાને ક્ષાયિકભાવે અભેદરૂપે પરિણાવેલ હોવાથી તેઓને હવે કોઇપણ કાળે પોતાના દ્રવ્યત્વ સ્વભાવથી અર્થાત્ પોતાના શુદ્ધ અનંત-અક્ષય-ગુણ સંપદાથી ટ્યુત થવાપણું નથી; કેમકે તેઓ નિરંતર પોતાના શુદ્ધ સ્વરૂપમાંજ ઉત્પાદ-વ્યય-સ્વરૂપે પરિણામ પામતા હોય છે. આથી તેઓ સાદિ-અનંત ભાંગે અક્ષય-સ્થિર પરિણામી હોય છે માટે જ તેઓ ધ્રુવ પદ રામી હોય છે. પર્યાય પલટાય છે જરૂર પણ તેમાં પરિવર્તનતા કે પરિભ્રમણતા ન હોવાથી ધ્રુવતા છે એટલે સદશતા છે જ્યારે છમસ્થના પર્યાયમાં પરિવર્તનતા અને પરિભ્રમણતા હોવાના કારણે વિસદશતા છે.
આ ધ્રુવ પદ રામી બનવું હોય તો જૈન દર્શને બતાવેલા અનેકાંતવાદને સારી રીતે જાણી તેને જીવનમાં ઉતારવા સાધના કરવી જોઈએ. જૈન દર્શન અનેકાંતવાદને બતાવતું હોવા છતાં તે એકાંતે અનેકાંતવાદી નથી કારણકે મિથ્યા એકાંતને તે માન્ય કરતું નથી પણ સમ્યગુ એકાંતને તે સારી રીતે આવકારે છે અને તેથી જ તે કહે છે કે
દષ્ટિમાંથી રાગ-દ્વેષ નીકળી જાય કે ઓછા થાય, તે દર્શનમોહનીયનો ક્ષય કે પ્રયોપશમ.
જ્યારે વર્તન, સંયમ અને તપ વડે સુધરે તેનું નામ યારિત્ર્ય મોહનીયનો ક્ષયોપશમ.