Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
-
શ્રી પાર્શ્વનાથજી , 1157
અનેકાંતવાદ માત્ર વસ્તુની સિદ્ધિ કરવા માટે જ નથી પરંતુ એકાંતિક અને આત્યંતિક એવા મોક્ષપદની પ્રાપ્તિ માટે છે. તેથી જ જૈનદર્શન જણાવે છે કે સમ્યગૂ એકાન્ત સ્વરૂપી આત્માનો એકત્વપૂર્વક અનુભવ કરવાથી સમ્યગૂ અનેકાન્ત સ્વરૂપી જગત જ્ઞાનમાં જણાય છે. ભિન્ન ભિન્ન એકાંત દર્શનોને જૈનદર્શનનો અનેકાંત સિદ્ધાંત પોતાની વ્યાપક અનેકાંત દૃષ્ટિમાં યથાયોગ્ય સ્થાન પ્રદાન કરે છે.
એકાંત દર્શનો દૃષ્ટિ નિરપેક્ષ છે. તેમની પાસે પદાર્થને યથાર્થ રીતે જોવાની દૃષ્ટિ નથી તેથી નિરાધાર છે, તેને નય સાપેક્ષતા બક્ષીને સદ્ધર કરે છે. અનેકાંતની વિશાળ સૃષ્ટિના દર્શન કરાવી, એકાંતના સંકુચિત ઢાંચામાં રુંધાતી તે દૃષ્ટિને મુક્ત કરી તેમાં નવા પ્રાણ પૂરે છે. એકાંતના આગ્રહની પકડમાંથી, મિથ્યાત્વને કારણે પ્રાપ્ત થયેલી મિથ્યાષ્ટિમાંથી મુક્ત કરી પ્રાણી માત્રને સમ્યતા બક્ષે છે. આમ ધ્રુવપદ રામી બનવામાં અનેકાંત દૃષ્ટિ અત્યંત ઉપકારક છે. અધ્યાત્મના માર્ગમાં શીઘમોક્ષ પામવા એકલી સાધના જ નહિ પણ દૃષ્ટિની સ્વચ્છતા, હૃદયની વિશાળતા, ઉદારતા અને ગુણગ્રાહિતા સુદ્ધા પણ અત્યંત જરૂરી છે; એ વાત જરાપણ ભૂલવા જેવી નથી. - શેયના વિનાશથી એટલે કે શેયનો પર્યાય બદલાવાથી, એ શેયનો જ્ઞાનમાં ઉપસેલો જ્ઞાનાકાર પણ બદલાય છે. પર્યાય પળે પળે પલટાય છે, પર્યાયમાં ક્રમબદ્ધતા છે. ક્રમે કરીને પર્યાયમાં પરિવર્તન આવે છે. પર્યાય ભિન્ન હોય તો તેનું રૂપ પણ બદલાય છે અને તેથી એક પર્યાય જતાં તેના સ્થાને બીજો પર્યાય બીજારૂપે પરિવર્તન પામીને આવે છે પણ જો પર્યાય સદશ હોય તો પર્યાય એવોને એવો જ રહે છે એટલે કે રૂપ નથી બદલાતું પરંતુ એવો ને એવો બીજો પર્યાય આવે છે જે સંખ્યાથી ભેદ
જડ શરીરને હું માનેલ છે, તે દેહભાવને કાઢવા માટે પથ્થરની પ્રતિમામાં ભગવાન માનવાના છે.