Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1128 , હૃદય નયન નિહાળે જગધણી
સમયે બીજા સર્વ અનંત-અનંત ગુણો પણ ત્રિવિધ રૂપે પરિણમી રહ્યા છે, એટલે પ્રભુના સર્વ ગુણો વ્યક્તપણે સ્વીકાર્યતાને કરે છે. આમ સર્વગુણોનું ત્રિવિધતાએ પરિણમન પ્રતિ સમયે ચાલ્યા જ કરે છે અને પ્રત્યેક ગુણો જ્ઞાનગુણની સહાયથી-સંયુક્તતાથી ચૈતન્યમય બનેલા હોવાથી પ્રતિ સમયે દરેક ગુણમાંથી આનંદ વેદન પણ પ્રગટ થઈ રહ્યું છે. ગુણો અનંત અનંત હોવાથી, દરેક ગુણનું ત્રિવિધતાએ પરિણમન પ્રતિ સમય ચાલુ હોવાથી આનંદ વેદન પણ પ્રતિ સમયે અનંત-અનંત-અનંત હોય છે.
જેમ શેયની અનંતતાથી જ્ઞાનની અનંતતા છે, દેશ્યની અનંતતાથી દર્શનની અનંતતા છે તેમ ગુણની અનંતતાથી આનંદની અનંતતા છે. અનંતની અનંતતાને અનંતકાલીન Asitis અકબંધ રાખવા જે શક્તિ જોઈએ તે અનંતવીર્ય છે.
શ્રી શ્રેયાંસ પ્રભુ તણો, અતિ અદભૂત સહજાનંદ રે, ગુણ ઈક વિધ ત્રિક પરિણમ્યો, ઈમ ગુણ અનંતનો છંદ રે, મુનિચંદ જિણંદ અમંદ દિણંદ પદે નિત દીપતો સુખકંદ રે,
નિજ શાને કરી યનો, શાયક જ્ઞાતા પદઈશ રે, દેખે નિજ દર્શન કરી, નિજ દૃશ્ય સામાન્ય જગીશ રે મુનિ..
- શ્રેયાંસનાથ જિન સ્તવન - દેવચંદ્રજી મહારાજ આના ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે આત્મા, સર્વ પર દ્રવ્ય અને તેના સર્વ પર્યાયોને જાણવા છતાં, તે રૂપે પરિણામ નથી પામતો પરંતુ પોતાના અનંત જ્ઞાનમાં નિમજ્જન કરીને રહેલો તે અનંત આનંદને પ્રતિ સમયે અનુભવે છે અને “સ્વસત્તા’ ચિઠ્ઠપ બની રહે છે. વસ્તુનું પ્રકાશન કરનાર દીવો કે સૂર્ય પોતા વડે પ્રકાશિત વસ્તુરૂપે થતાં નથી પણ દીવો કે સૂર્ય રૂપે જ રહે છે.
સ્યાદ્વાદ્ એટલે આત્માર્થ કરવો, પણ શબ્દાર્થ નહિ કરવો.