Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1126 હૃદય નયન નિહાળે જગધણી
'સર્વ દ્રવ્યનું અર્થક્રિયાકારીપણું ગુણપરિણતિથી છે; તે મધ્યે અસાધારણપણું વિશેષગુણની મુખ્યતવે છે અને સાધારણગુણની પરિણતિ પણ કર્તાદ્રવ્યની કર્તાને હાથ છે. કર્તા કરે તો પ્રવર્તે, ન કરે તો ન પ્રવર્તે. જીવ દ્રવ્ય સિવાયની પાંચ અકર્તા દ્રવ્યની ગુણ પરિણતિ સદા પરિણમે છે. દ્રવ્યોની અર્થક્રિયાકારીતાની પ્રક્રિયા આવી જ રીતે હોય છે, એટલું જ નહિ પણ જીવદ્રવ્યની ગુણપરિણતિ સિદ્ધ અવસ્થામાં પણ સદા પ્રવર્તે છે પણ કારક ચક્રના પ્રવર્તનથી પ્રવર્તે છે; તે માટે આત્મદ્રવ્યના જ્ઞાનાદિક જે ગુણ છે તે ત્રિવિધ પરિણમે છે. આ ત્રિવિધતા તે કરણ, કાર્ય અને ક્રિયા સ્વરૂપે છે. આ ત્રિવિધતા તે ગુણની તેહી જ ગુણમાં છે. એ ત્રણે પરિણામનો કર્તા તો આત્મા જ છે.
અહિંયા જે દરેક ગુણના કરણ, કાર્ય અને ક્રિયા સ્વરૂપે ત્રિવિધ પરિણામ કહ્યા અને તેનો કર્તા આત્મા અર્થાત્ શુદ્ધાત્માં કહ્યો, તે આગમ શૈલિની મુખ્યતાયે જાણવું કારણકે આગમ શૈલિ પોતાના શુદ્ધ ગુણોના કર્તા તરીકે શુદ્ધાત્માને સ્વીકારે છે જ્યારે અધ્યાત્મ શૈલિ તો તે તે સમયના ગુણ-પર્યાયના કર્તા તરીકે તે તે સમયની પર્યાયને જ માને છે. તેના મતે તો તે તે સમયની પર્યાયનું કારણ તે તે સમયની પર્યાય જ છે. દરેક સમય સમયની પર્યાય જ છે. દરેક સમય સમયની પર્યાય પોતપોતાના પકારકથી સ્વતંત્રપણે પરિણમે છે, તેમાં પરમ પરિણામિક ભાવ રૂપે રહેલ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય એ ઉદાસીન છે. જ્ઞાનીની દૃષ્ટિ જાણનાર ઉપર છે. પર્યાયમાં ધ્રુવ જણાય છે પણ તે દૃષ્ટિ ધ્રુવની અપેક્ષા રાખતી નથી. જ્ઞાનશક્તિનું માહભ્ય જ એવું છે કે જે પરની અપેક્ષા રાખ્યા વિના સમયે સમયે સમ્યમ્ રૂપે પરિણમ્યા જ કરે છે અને તેની સાથે બીજા અનંત ગુણોનું પણ સમ્યગૂ પરિણમન થયા કરે છે. આગમ
ષટકારક(વિભક્તિ), યાર નિક્ષેપા, પાંય કારણ, યાર કારણ, સપ્તભંગી અને સાત નયથી સંસાર ચાલે છે તેમ ઘર્મ પણ ચાલે છે.