Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1144
હૃદય નયન નિહાળે જગધણી
કરવું એ જ જ્ઞાનનું સ્વરૂપ છે. ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિ કાલે સાધકને વીતરાગી આનંદનો અંશ અનુભવાય છે અને ક્ષયોપશમ સમ્યકત્વ કાલે અનુભૂતિ સાથે તેની પ્રતીતિ અને લક્ષ્ય પણ હોય છે. જ્યારે જ્ઞાનગુણ અને વીર્યગુણની તીક્ષણતાથી ઉપયોગની એકાગ્રતા વધે છે ત્યારે ક્ષયોપશમ સમ્યકત્વકાલે અનુભવની વિશેષતા પણ હોય છે. વીતરાગતા અને નિર્વિકલ્પતા એ કેવળજ્ઞાન પ્રાગટ્યની પૂર્વ શરત છે.
વર્તે શુદ્ધ સ્વભાવનો, અનુભવ, લક્ષ, પ્રતીત ,
વૃત્તિ વડે નિજ ભાવમાં, પરમાર્થે સમકિત
સ્તવનની આ કડીનું હાર્દ વિકારી પરિણમનમાંથી નિર્વિકારી પરિણમન પ્રગટાવી હંમેશા સ્વરૂપમાં લીનતા સાધવાનું છે. ”
સાધકમાં લૌકિક ઈચ્છા ને પારમાર્થિક ઈચ્છા બંને રહેલી હોવાથી તેનું દ્વન્દ્ર અર્થાત્ ઘર્ષણ ચાલ્યા કરે છે. જ્યારે જીવ સત્સંગ, ધ્યાન, ભજનાદિ કરે છે ત્યારે તો તેનામાં પારમાર્થિક ઈચ્છા જાગૃત રહે છે પણ બાકીના સમયમાં તે ઈચ્છા દબાઈ જાય છે અને લૌકિક ઈચ્છા-ભોગ અને સંગ્રહની ઈચ્છા ઉભી થઈ જાય છે. લૌકિક ઈચ્છાઓ જાગવા પર જીવ સાધનામાં ટકી શકતો નથી.
પારમાર્થિક ઈચ્છા દૃઢ થયા વિના કોઈ કાળે ઉન્નતિ શક્ય નથી જ્યારે એક માત્ર પરમાત્માને પ્રાપ્ત કરવાની ઈચ્છા, પંદરસો તાપસની જેમ સાધકમાં વેગ પકડે છે ત્યારે ભીતરમાં બધાજ દ્વન્દ્ર શાંત થઈ જાય છે અને એક માત્ર પરમાત્માને પ્રાપ્ત કરવાની ઇચ્છાની જ મુખ્યતા રહેવાથી સાધક બહુ સુગમતાપૂર્વક પરમાત્માની પ્રાપ્તિ કરી લે છે. પરમાત્મા એ અંશી છે, આત્માનું શુદ્ધ સ્વરૂપ છે તેના તરફ જીવને
સ્વ સ્વરૂપને ભૂલી જવું અને પર પદાર્થ સાથે સ્વવત્ સચ્ચિદાનંદરૂપે મોહવશ અભેદ થઈ જવું તે વિભાવદશા છે.