Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1150
1150
હૃદય નયન નિહાળે જગધણી
“નિર્મળતા ગુણમાન” એ પંક્તિ દ્વારા સમાધાન આપતા કહે છે કે આરીસામાં તેના સંનિધાનમાં આવેલા પદાર્થો પ્રતિબિંબિત થાય છે. આરીસાની પાછળ રહેલા પદાર્થો પ્રતિબિંબિત થતા નથી. કારણકે પ્રતિબિંબ આરીસામાં ઝીલવા માટેની શરત એ છે કે પદાર્થોએ આરીસાની ચળકતી સપાટી સન્મુખ રહેવું જોઈએ. તેમ થતાં કોઈ પણ જાતના ભેદભાવ વગર પદાર્થો આરીસામાં પ્રતિબિંબિત થયા જ કરે છે.
તેવી રીતે જ્ઞાન શયને જાણે છે તે જાણવા માટે પદાર્થોમાં શેયત્વ ધર્મ હોવો જરૂરી છે. આ શેયત્વ ધર્મ હોય તો કોઈ પણ જાતની રોકટોક વગર જ્ઞાન થઈ શકે છે.
આરીસાની ચળકતી સપાટી પર ધૂળ, રેતી, તેલનો પાશ હોય તો પ્રતિબિંબ ઝાંખું પડે છે અથવા તો નથી પડતું. તેવી જ રીતે જ્ઞાન મલિન હોય, ઘાતિકર્મોથી આવરાયેલું હોય તો પદાર્થનું જ્ઞાનમાં સ્વચ્છ પ્રતિબિંબ પડી શકતું નથી અને જેટલું પણ પ્રતિબિંબ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પડે છે તે ધૂંધળું હોય છે, જેથી તે પદાર્થનો સંપૂર્ણપણે બોધ કરાવવા અસમર્થ બને છે.
પરંતુ જ્યારે ઘનઘાતી કર્મોનો ક્ષય કરી આત્મા નિર્મળ બને છે, ત્યારે તે જ્ઞાન સકળ જોયોને પોતાનામાં ઝીલવા સમર્થ બને છે. અતીત અને અનાગત પર્યાયોમાં પણ શેયત્વ અબાધિત છે તેથી નિર્મળ એવું કેવળજ્ઞાન ત્રણેકાળના સર્વપર્યાયોને જાણી શકે છે. આમ જગતના તમામ શેયો અને તેને સર્વપર્યાયોને જાણવા માટે જ્ઞાનની નિર્મળતા, જ્ઞાનની નિઃશંકતા અને જ્ઞાનની પૂર્ણતા એ જ પ્રમાણ છે. જ્ઞાનનો આવો ગુણ અર્થાત્ સ્વભાવ એ જ પ્રમાણ છે. આત્માને જોયો જોડે રાગદ્વેષથી બંધન છે અને વીતરાગતાથી આત્મા પર શેયોથી છૂટો ને છૂટો છે.
'
ભેદરૂપ પદાર્થના નામે, અભેરૂપ પરમાત્મા કદી નહિ મળે. પરંતુ અભેદરૂપ પરમાત્માના નામે, ભેદરૂપ સઘળાં પદાર્થો મળી શકે છે.