Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1136 . હૃદય નયન નિહાળે જગધણી
નથી કારણકે એક ગુણને અનંત ગુણનું રૂપ છે, અર્થાત્ એક ગુણને અનંતગુણની સહાય છે. જ્ઞાન માત્ર ભાવમાં અંતઃપાતિની અનંત શક્તિઓ ઉછળે છે. એનો આશય એ છે કે દ્રવ્ય અભેદપણે પરિણમતાં બધી જ અનંત અનંત શક્તિઓ નિર્મળપણે પરિણમી જાય છે. માટે જ્ઞાન માત્ર સ્વરૂપ એક આત્મામાં જ આદર કરવા યોગ્ય છે, તેનું જ લક્ષ્ય કરવા યોગ્ય છે, પર પદાર્થ કે પર ભાવ માત્ર તે લક્ષ્ય કરવા યોગ્ય નથી. કારણકે તેનાથી જ સંસારનું ઉપાર્જન છે જ્યારે જ્ઞાન માત્ર ભાવ સ્વરૂપ આત્માનું લક્ષ્ય કરતાં સંસાર નીકળતો જાય છે અને મોક્ષ માર્ગ ઊભો થતો જાય છે.
પર રૂપે કરી તત્ત્વપણું નહીં, સ્વસત્તા ચિટ્ટપ” કહીને યોગીરાજ આનંદઘનજી મહારાજા આપણને સૌને અંગુલિ નિર્દેશ કરતાં કહે છે કે પ્રાણી માત્ર અર્થાત્ આ સંસારના તમામે તમામ નાના મોટા જીવો અનંત કાળથી પુદ્ગલ ભાવમાં રમણતા કરી રહ્યા છે અને તેના પ્રભાવે શુભાશુભરૂપે પરિણમી ચારે ગતિમાં જન્મ-મરણની જાલિમ યાતનાઓ વેઠી રહ્યા છે, જે તેનામાં રહેલી અજ્ઞાનતા છે, બાલિશતા છે. પરરૂપે પરિણમવામાં ક્યારેપણ આત્મ તત્ત્વ હાથમાં આવે નહિ. માત્ર શુભાશુભ ક્રિયાઓ કરવા દ્વારા શુભ અશુભ ભાવે પરિણમતાં સંસારનો અંત
ક્યારે પણ આવે નહિ. તત્ત્વ, તત્ત્વરૂપે કયારેય પરિણમે નહિ, તે માટે તો ચૈતન્યમયી-જ્ઞાનાનંદમયી સ્વસત્તાને આત્મજ્ઞાની પુરુષના ચરણોમાં બેસી ઓળખવી પડે અને તેનો જ નિરંતર આદર કરવો પડે. તેમ કરતાં સ્વસત્તામાં પ્રવેશ થવાની તક મળે છે અને અંતે ભવદુઃખમાંથી છુટકારો સાંપડે છે માટે પ્રાણીમાત્ર પરરૂપે પરિણમવાનું બંધ કરે અને ચિરૂપ એવી સ્વસત્તાનો આદર કરે. સ્વ સત્તામાં કેવો આનંદ છે, તેનો
દુઃખનું ઉપાદાન કારણ મોહ અને અજ્ઞાન છે અને દુઃખનું નિમિત્ત કારણ દેહ છે.