Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1108
હૃદય નયન નિહાળે જગધણી
રૂપાંતરિત કરવાનો પુરુષાર્થ ખેડવાનો છે. પરંપર કારણનું અસાધારણ કારણમાં પરિણમન કરવાનું છે.
પુષ્ટાલંબન એવા પ્રભુ પાસે “તાર તું તાર” એવી યાચના કરવાની ના નથી કારણકે તેનાથી તેની તરવાની ઘૂંટાયેલી ઈચ્છાની અભિવ્યક્તિ થાય છે પણ પછી તે નિમિત્તકારણનું પ્રતિસમય અવલંબન લેવાનું છે અને ઉપયોગને સ્વરૂપના બીબામાં ઢાળતા રહેવાનું છે; તો જ તે નિમિત્ત, નિમિત્તકારણ રૂપે બની પોતાનામાં કારણતા પ્રગટાવે છે. નિમિત્તકારણને પામીને નૈમિત્તિકમાં, જે કાર્ય થવું અપેક્ષિત હોય તે કાર્યની સિદ્ધિ થાય, તો જ નિમિત્તકારણને નિમિત્તકારણ મનાય. અન્યથા નહિ. આ સંદર્ભ સાધકે સ્વીકારવો જ પડશે. જો જીવનમાં આ અભિગમ નહિ પ્રગટે તો ચાલશે જ નહિ.
‘પામી તું ધણી’’ એ શબ્દો અતિ મહત્વના છે. પ્રતિ સમયની આપણી સમ્યક્ સમજણની પ્રવર્તના જ દેવ-ગુરુમાં નિમિત્ત કારણતા પ્રગટાવી શકે છે બાકી તો જે પ્રવર્તના દેખાય છે તેમાં નિમિત્તકારણતા પ્રગટાવવા વિવેક, ધૈર્ય, સમજણ વગેરેની આવશ્યકતા ઊભીને ઊભીજ રહે છે. અનાદિકાળથી મોટે ભાગે જીવને આરાધના યોગ જ ગમે છે પણ તે આરાધના યોગને સાનુબંધ બનાવનાર તત્ત્વબોધ અને તત્ત્વરુચિ ગમતા નથી. સાચી સમજણ આવ્યા વિના સાચી દિશાનું, સાચા ભાવોનું, સાચું પ્રવર્તન થઇ શકતું નથી. પોતાના જીવનમાં આરાધના કેટલી વધી તેનો તેને ખ્યાલ છે, તેનું સરવૈયુ તે કાઢે છે અને તેને જોઈને તે રાજી પણ થાય છે પરંતુ વિવેક, સમજણ, તત્ત્વબોધ, તત્ત્વરુચિ, મૌન, શાંતતા કેટલા વધ્યા તે તરફ તેની નજર જ જતી નથી. અનંતકાળથી ભટકતા એવા જીવનો આ કરૂણ અંજામ છે. જેને હાથમાં દીવો લઈને
અસ્તિપદાર્થને છુપાવનાર જે નિષેધ તત્ત્વ છે, તે પાછો આઘાર તો, અસ્તિપદાર્થનો જ.લે છે; જેને માયિક તત્ત્વ કહેવાય છે.