Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી પાર્શ્વનાથજી
1111
પરપરિણામમાંથી કર્તૃત્વભાવને ખેંચી નાખવાની-અપાકર્ષણનીઅપાદાનની, છૂટા પડવાની જ્ઞાનક્રિયાથી મોક્ષ સધાય છે એમ સમજવું.
આમ ત્રીજી, ચોથી ને પાંચમી વિભક્તિના કરાયેલા અર્થને અનુસારે કરાયેલ જ્ઞાન-ક્રિયા મોક્ષપ્રદાયક થાય છે; એવો સૂત્રનો પારમાર્થિક લક્ષ્યાર્થ છે, જે સમજવા અને આદરવા યોગ્ય છે.
જોવાની ખૂબી એ છે કે સંસ્કૃતમાં “યિા’ શબ્દની દ્વિવચનમાં ત્રીજી, ચોથી અને પાંચમી વિભક્તિ ‘યિાભ્યામ્' એક સરખી છે. સૂત્રકારની મેધા ઉપર વારી જવાય એવી સૂત્ર રચના છે.
જે હંમેશા અવિવેક, મિથ્યાત્વ, અનંતાનુબંધી કષાયનું અવલંબન લઈને જીવે તેને ગમે ત્યારે નિમિત્તની અશુભતા આવી શકે છે. અર્થાત્ અશુભનમિત્તો પડછાયાની જેમ તેને અનુસરે છે અને કચિત્ શુભનિમિત્ત મળે તો પણ તે તેને સફળ કરી શકતો નથી કારણકે • ભીતરમાં દુર્બુદ્ધિનું સામ્રાજ્ય વ્યાપેલું છે.
પ્રયોગી પોતે જ પ્રયોગોની મૂર્છામાં પડ્યો છે એટલે પોતાના સ્વરૂપનું ભાન ભૂલી ગયો છે. અત્યારે કોઈ પ્રયોગ ચાલતો હોય, ઊકળતું પાણી હોય, તેમાં હાથ ઘાલવા જાય તો શું થાય ? આમાં નુકસાનની ખબર પડે છે અને આત્માની બાબતમાં નથી પડતી એટલે હાંથ નાખ્યા જ કરે પછી ‘હું જુદો છું’ એવી ભિન્નતા વર્તાય કેવી રીતે? આત્મા જ પ્રયોગી છે. આ દેહ પ્રયોગ છે અને એનાથી જે જુદો છે તે આત્મા છે માટે પ્રયોગમાં ડખલ ન કરવી જોઈએ.
ચંદુલાલ પ્રયોગ છે અને શુદ્ધાત્મા પોતે પ્રયોગી છે. પ્રયોગને જ પ્રયોગી માની બેઠા તેનું ફળ ચિંતા, ઉપાધિ, સંક્લેશ, દુર્ધ્યાન છે.
કરણ અને ઉપકરણના જે ભેદો છે, તેમાં રહેલ આયાર વિયારના જે ભેદો છે; તે જ સંપ્રદાય અને ગચ્છના ભેદો છે.