Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1122 . હૃદય નયન નિહાળે જગધણી
૨/૩ ભાગના નિશ્ચિત ક્ષેત્રમાં તે રહે છે. ત્યાં અનંતાનંત આત્માઓ હોવા છતાં દરેક આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ હોય છે. કેવલી સમુદ્યાતની આઠ સમયની પ્રક્રિયામાં માત્ર ચોથા સમય જેટલા અતિસૂક્ષ્મ કાળ માટે આત્મપ્રદેશોની લોકવ્યાપી ક્ષેત્ર વ્યાપકતા જૈન દર્શનને માન્ય છે.
કેવલી ભગવંતો અને સિદ્ધ ભગવંતોએ સર્વકાળના સર્વ પર્યાયોને, જાણવારૂપ પોતાના કેવળજ્ઞાન ગુણને સંપૂર્ણ નિરાવરણભાવે પ્રાપ્ત કરેલો હોવાથી, તેઓ જગતના સર્વદ્રવ્યના સર્વ ગુણ પર્યાયોને પ્રતિસમય જાણવામાં ઉપયોગવંત હોવાથી જ્ઞાન સંબંધે તેઓને સર્વવ્યાપીપણું : કહેવામાં કોઈ વિરોધ નથી. પરંતુ તેઓ સચેતન કે અચેતન કોઈપણ પદ્રવ્યના કર્તા-હર્તા થતા નથી. તે જગત દૃષ્ટા હોય છે પણ જગત કર્તા નથી હોતા એટલે કે જગત જેવું છે તેવું યથતથ્ય બતાડનારા છે પણ જગતને બનાવનારા નથી. અર્થાત્ જાણનારા હોય છે પણ કરનારા નથી. જાણવું એ આત્માનો મૌલિક સ્વભાવ છે, જેના વડે અન્ય દ્રવ્યોથી આત્માનું જુદાપણું છે. એ આત્માનું લક્ષણ છે. ઓળખ છે. તેઓ તો માત્ર પોતાના શુદ્ધ જ્ઞાનાદિ અનંતગુણોમાં સચ્ચિદાનંદ સ્વરૂપે સમયે સમયે પરિણમી રહ્યા છે.
પર રૂપે કરી તત્ત્વપણું નહીં” - પરરૂપે થવામાં તો “સ્વ”નું ખોવાઈ જવાપણું છે તે વાત સાવ સાચી છે. જ્ઞાન શેયને જાણે છે પરંતુ તે પરરૂપ થયા વિના જાણે છે, તે કેવી રીતે? તો એનું સમાધાન એ છે કે જ્ઞાન તો જ્ઞાનની સ્વ પર્યાય કે જે એનું સ્વલ્લેય છે તેને જ જાણે છે. એ કાંઈ પરને જાણવા જતું નથી. જે કાંઈ પર શેય છે તે જ્ઞાનની પર્યાયમાં એના જ્ઞેયત્વ સ્વભાવના કારણે ઝીલાય છે.
દર્પણમાં જેમ બિંબનું પ્રતિબિંબ ઝીલાય છે તેવી જ રીતે વીતરાગ
જેની ભેદ અવસ્થા છે તેને અભેદ પણ ભેદરૂ૫ છે. જેની અભેદ અવસ્થા છે તેને ભેદ પણ અભેદરૂપ છે.