Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી પાર્શ્વનાથજી 1109
કૂવે પડવું છે તેને જગતમાં કોણ બચાવી શકે તેમ છે ? જેને છુટવું જ નથી તેને કોણ છોડાવી શકે?
નિજ પદ કામી એટલે મોક્ષની ઇચ્છાવાળો સાધક પ્રતિસમય દેવગુરુ-શાસ્ત્ર તેમજ પ્રાપ્ત ગુણોનું અવલંબન લઇને સમય પસાર કરે, તો જ પ્રભુ તેના માટે નિમિત્તકારણ બન્યા કહેવાય. સાચું જાણ્યા પછી, સાચું સમજવાનો દાવો કર્યા પછી પણ સાધક જો ગમે તેમ પ્રવર્તન કરે તો સમજવું પડે કે અંદરની તેની મિથ્યા સમજ અને માન્યતા જ કાર્યમાં નિમિત્ત કારણ રૂપે પ્રેરક બની રહી છે. અધ્યાત્મના માર્ગમાંઆત્મોન્નતિની શ્રેણીએ ચડવામાં બહારનો ફટાટોપ-દેખાવ કોઇ કામ આવતો નથી. એટલે કે ધર્મી વર્ગ જ્યારે અનીતિ, વિશ્વાસઘાત વગેરે પાપો રાચીમાચીને, આસક્તિ પૂર્વક, ડંખ વગર કરતો દેખાય ત્યારે માનવું પડે કે અંદરની આસક્તિ અને મિથ્યાત્વનું કહેવાતા ધર્મી આત્માઓ આલંબન લઈ રહ્યા છે. ધર્મક્રિયામાં મન-વચન-કાયાના યોગોનું જોડાણ છે માટે કંઈક પુણ્યબંધ જરૂર થાય છે પણ વાસ્તવમાં તો ભીતરમાં પુદ્ગલની રૂચિ અને અવિવેક હોવાના કારણે મિથ્યાત્વ પ્રેરિત પાપાનુબંધ પણ તૈયાર થતો હોય છે એટલે આવા આત્માઓને જ્યારે સુખ મળશે ત્યારે તેમાં આસક્ત બની દુર્ગતિમાં રવાના થવાની સંભાવના રહેશે.
ધર્મ કરનાર કે નહિ કરનાર પ્રાણીમાત્રમાં એ શ્રદ્ધા અસ્થિમજ્જા થયેલી હોવી જોઇએ કે કોઇ પણ સંયોગોમાં, ક્યારેપણ કશું ખોટું કરી શકાય જ નહિ. ધર્મની ક્રિયા અને આ સમજ બંને જુદી વસ્તુ છે. ક્રિયા એ યોગતત્ત્વ છે. સમજ એ ઉપયોગ તત્ત્વ છે. ત્રણે કાળમાં એકલા જ્ઞાનથી, એકલી ક્રિયાથી, એકલા વિચારથી મોક્ષ મળતો નથી પણ તેમાં સમજ, વિવેક અને સત્વ ભળવાથી મોક્ષ મળે છે માટે અધ્યાત્મના
અધિકરણનું ઉત્પાદન કરનારો, તે ઉત્પાદિત ભોગ સામગ્રીનો ભોગ, જાગૃત અવસ્થામાં જ કરી શકે છે; તો પછી ઉપકરણ દ્વારા જાગૃતિ-અપ્રમત્તતા રાખ્યા વિના આત્મસુખ શી રીતે પ્રાપ્ત થાય ?