Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી પાર્શ્વનાથજી 1107
ત્યારથી જ સાધનાનું સૌંદર્ય નિખરવાનું ચાલુ થઈ જવું જોઇએ. થોર ઉપસર્ગોની વચ્ચે પણ મેરૂની જેવા ધીર, ગંભીર, પ્રશમ રસ નિમગ્ન પ્રભુને જોયા પછી સાધકને કઈ ચીજની ન્યુનતા હોય ? શું ખટકે ? સાધકને શું જોઇએ ? પતિ મળ્યાં પછી પત્નીને શું જોઇએ ? માતા મળ્યા પછી બાળકને શું જોઈએ? સ્ત્રીનું સૌભાગ્ય એના ધણીથી છે અને બાળકનું સર્વસ્વ એની માતા છે. “પામી તું ધણી રે’” દ્વારા કવિરાજ કહે છે કે તારા જેવા ધણી, માલિક, નાથને માથે રાખીને હું મારા આત્માનું સૌભાગ્ય પામીશ. મારા સર્વસ્વને તું સર્વેશ્વરના આલંબનથી પામીશ ! અત્રે સાધ્યને પમાડીને જ રહે એવા સાધનને પામ્યાનો ઉછરંગ છે અને “પામી તું ધણી’’ શબ્દોથી સ્ત્રેણભાવની ભક્તિની અભિવ્યક્તિ છે.
•
નિમિત્ત કારણના આ રીતના આત્મીય સ્વીકારથી ઉપાદાન .બળવત્તર બનતું જાય છે. સાધનાના માર્ગમાં વીર્યોલ્લાસ, ઉત્સાહ, ચિત્તની પ્રસન્નતા, ધ્યેયને પામવાનો તલસાટ વગેરે ખૂબ જ મહત્વના છે. તારક તત્ત્વોને નિમિત્તરૂપે સ્વીકાર્યા પછી તેના પ્રત્યે જેટલા આદર, બહુમાન, અહોભાવ, વિસ્મય, રોમાંચ, પુલકભેદ પ્રગટે તેટલી નિમિત્તમાં નિમિત્ત કારણતા પ્રગટી કહેવાય અને એના અવલંબને પોતાના સ્વરૂપને પામવાનો તલસાટ જેટલો તીવ્ર બને, પ્રણિધાન દૃઢ બને તેટલી ઉપાદાનમાં ઉપાદાન કારણતા પ્રગટી કહેવાય..
નિમિત્તને વિષે કારણપણું કર્તાના ઉદ્યમે છે, વ્યવસાયે છે આ વાતની દઢતા કરવાની છે. સાધકે નિમિત્તને પામીને ગળિયા બળદની જેમ પગ પહોળા કરીને કે પલાંઠી મારીને બેસી રહેવાનું નથી પણ સતત પુરુષાર્થ કરવાનો છે. મોક્ષજનન ઓઘશક્તિને ભવ્યાત્માએ સમુચિત શક્તિમાં
સંસારી જીવો, હંમેશા પરમાત્મ તત્ત્વને છોડીને વાત કરે. જ્યારે અધ્યાત્મ પુરુષો પરમાત્મ તત્ત્વને હાજર રાખીને વાત કરે છે.