Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી પાર્શ્વનાથજી , 1105
દ્રવ્યાર્થિક નયે અમારા બંનેમાં સ્વરૂપની તુલ્યતા છે તો જો પ્રભુ પૂર્ણતાને પામી શકે તો પછી હું કેમ ન પામી શકું?
પ્રભુએ પોતાની ઉપરના આવરણો હટાવી પોતાનું આત્મિક સૌંદર્ય પ્રગટ કર્યું તો મારે પણ હવે આ ભવભ્રમણથી સર્યું ! કારણકે આ સંસારમાં ધાર્યું કશું જ થતું નથી અને અણધાર્યું સઘળું બની આવે છે માટે હવે મારે આ સંસાર જ ન જોઈએ. પછી ભલે તે સંસાર ઈન્દ્ર અને ચક્રવર્તીની પદવીનો પણ કેમ ન હોય ! વળી સંસારમાં દુઃખનો કોઈ અંત નથી અને મુક્તિમાં સુખનો કોઈ પાર નથી. . જ્યાં સુધી મોહરૂપી દારુનો નશો ચડેલો હોય ત્યાં સુધી જ આ સંસાર સારો લાગે છે. ભૂતના વળગાડવાળાને અને ઝેર ચડ્યું છે તેને કડવો એવો પણ લીમડો મીઠો લાગે છે. નાકમાં દુર્ગધની ગુટિકા ખોસીને આવેલી માખી, પૂષ્પવાટિકામાં આવવા છતાં પૂષ્પની સુગંધને સમજી કે માણી શકતી નથી. આ સંસારના વાસ્તવિક સ્વરૂપને મોહરૂપી
ક્લોરોફોર્મનો નશો ઉતર્યા બાદ જો વિલોકન કરવામાં આવશે તો વિચારકને જણાશે કે હકીકતમાં સંસાર એટલે જ્યાં હંમેશા દુઃખની અનુભૂતિ થાય છે અને સુખનું આશ્વાસને મળ્યા કરે તે છે. સંસારની ભયંકરતા-ભયાનકતા સમજાવવા જ્ઞાનીઓએ સંસારને છઠ્ઠી આંગળીની ઉપમા આપી છે. છઠ્ઠી આંગળી કોઈ કામની નથી. ઉપરથી દરેક કામ કરતાં તે આડી આવે છે માટે તેને સાચવવી પડે છે. જ્યારે પાંચ આંગળી પંચ પરમેષ્ઠી જેવી છે જે આપણને સાચવે છે. " હવે, “હા પામી તું ધણી” પદથી સાધનાનું સૌદર્ય વિચારીએ. પ્રભુ સાધના કરીને મોક્ષે ગયા છે. સાધનાના કાળમાં મરણાંત ઉપસર્ગોની વચ્ચે પણ પ્રભુએ પોતાના આત્માના તેજને હણાવા દીધું નથી. ઉપસર્ગ
જેને દષ્ટિ છે, જે દષ્ટિ કરે છે, તે સંસારી જીવ માટે વાત છે. વાત કેવળી ભગવંતની છે, પણ તે છે સંસારી જીવ માટે.