Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી પાર્શ્વનાથજી , 1103
આખું દેશઘાતી હોવાથી તેનો ક્ષયોપશમ તેને સદા માટે પ્રાપ્ત જ હતો એટલે દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગવંતરાય અને વીર્યંતરાયનો ક્ષયોપશમ સર્વ જીવોને સદાને માટે પ્રાપ્ત હોવાથી તે તે ગુણોનો યત્કિંચિત્ આવિર્ભાવ થતો રહ્યો.
હવે સ્વરૂપ આવૃત હોવાથી અને શરીર, ઇન્દ્રિય, વિષયો, પુણ્યકર્મના ઉદયે લબ્ધ હોવાથી જીવે તેનો જ ભોગવટો કર્યો, તેમાં જ રુચિ કરી અને તેથી તેના જ સંસ્કાર અનાદિથી પડતા રહ્યા અને આ રીતે જીવનો સંસાર લંબાતો રહ્યો. જીવને મોહનીય કર્મના ઉદયે સતત કોઈને કોઈ ઇચ્છા ઊભી થયા જ કરે છે. તેની પૂર્તિ માટે તે પ્રયત્ન કરે છે, કર્માનુસારે તે પ્રાપ્ત થાય છે અને પછી તેનો ભોગવટો (પૂર્તિ) કરતાં તે તૃપ્તિ અનુભવે છે. આમ ઈચ્છા, પ્રવૃત્તિ, પ્રાપ્તિ, ભોગવટો (પૂર્તિ), તૃપ્તિનો અનંત ચક્રાવો ચાલુને ચાલુ રહે છે પણ તેમાં મુશ્કેલી એ ઊભી થઈ કે આ તૃપ્તિનો અનુભવ પુદ્ગલ સંબંધી હતો અને દેહના માધયમે હતો. પુદ્ગલનું સ્વરૂપ સાદિ-સાત અસ્થાયી હોવાથી તે તૃપ્તિ પણ સાદિ સાંત અસ્થાયી બનતી રહી અને વળી અતૃપ્તિના ખપ્પરમાં જીવને હોમવાનું બન્યું. વળી પાછા ઈચ્છા-પ્રવૃત્તિ આદિના એના એ જ અંતવિહીન ચક્કરમાં ચકરાવાનું રહ્યું. આ કેફી દ્રવ્યોનો જે આદી એટલે વ્યસની થઈ ગયો હોય છે તે કદી તૃપ્ત થતો જ નથી. તે ફરી ફરીને કેફી દ્રવ્યોને માંગ્યા જ કરે છે. અનાદિની ખોટી લત પડી ગઈ હોય તે છૂટવી બહુ મુશ્કેલ હોય છે. - આમ અનંતકાળ આભાસિક સુખ અને આભાસિક તૃપ્તિમાં પસાર - કરી જીવ થાકે છે, કંટાળે છે. તેને થાય છે કે આ શું? આ બંધન કેમ? આ બધી જન્મ મરણની જંજાળ, ઉપાધિ, પંચાત શા માટે ? આ બધી
મતિજ્ઞાનમાં કેવળજ્ઞાન અને પરમાત્મ તત્ત્વ છૂપાયેલ છે. શાસ્ત્રને સોય બનાવીને,
આપણા ભેદરૂપ જીવનને સાંધીને, અભેદ બનાવવું જોઈએ.