Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1114 , હૃદય નયન નિહાળે જગધણી
જાય, ગમે તેવા કર્મના ઉદયો આવે, ગમે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય; તો પણ જો પોતાની દૃષ્ટિને પોતાના ધ્રુવ સ્વરૂપ તરફ સ્થિર રાખવાનો પ્રયત્ન કરે, તો ધીમે ધીમે વિનાશી પર્યાયોની અસરથી મુક્ત થવાય છે. સ્થિર, નિત્ય, પૂર્ણની સાથેનું જોડાણ સ્થિરતા, નિત્યતા, પૂર્ણતા અર્થાત્
સ્વરૂપ સ્થિતતા આપી ધ્રુવ આરામી બનાવે છે, જ્યારે અસ્થિર, અનિત્ય, અપૂર્ણની સાથેનું જોડાણ અપૂર્ણ રાખી વિનાશીતા અને અસ્થિરતા આપી ભવભ્રમણ કરાવે છે અને આ જ તો સાધના છે કે જેમાં નિરંતર ઘુવતત્ત્વનું આલંબન લેવાનું છે અને પર્યાયમાં જે ભાવો પ્રગટે તેના ઉપર કોઈ પણ જાતની કોમેન્ટ એટલે કે પ્રતિભાવ આપ્યા વિના, પ્રતિક્રિયા કર્યા વિના તેનો સહજ સ્વીકાર કરી કર્મણિ પ્રયોગમાં રહી આગળ વધવાનું છે. જે પર્યાયો આવી ને ગઈ તે ગઈ. તેની કોઈ કથા-વાર્તા કરવાની નથી. માત્ર પ્રતિપળે ધ્રુવ તત્ત્વનું આલંબન લઈ ઉપયોગને તેમાં ઝબોળતા રહેવાનું છે. આત્માના અસંખ્ય પ્રદેશો નિરંતર સ્વરૂપની ભાવનાથી ભાવિત રહેવા જોઈએ, સ્વરૂપમાં ઝબોળાયેલા રહેવા જોઈએ અને છતાં જે પર્યાયો પ્રગટે તેના ઉપર સર્વદા સર્વત્ર ઉદાસીન ભાવ જ રહેવો જોઈએ. એક પણ પર્યાયને સારી કે મારી માનવાની ભૂલ ન થાય, તે સ્વરૂપ તરફની સાધકની જાગૃતિ સૂચવે છે.
અહિંયા ખાસ એ નોંધવું જરૂરી બને છે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના પ્રદેશો પોતાના દ્રવ્યથી છુટ્ટા પડી શકતાં નથી તે પ્રદેશો સંલગ્ન હોવા છતાં પણ આત્માની જેમ તેમનું ગુણકાર્ય અખંડ નથી. આત્મા ચૈતન્યjજ હોવાથી, અખંડ દ્રવ્ય હોવાથી અને કર્તા દ્રવ્ય હોવાથી તેના એક પ્રદેશે થતું પરિણમન સર્વાત્મ પ્રદેશ અનુભવાય છે, અર્થાત્ આત્માના અસંખ્ય પ્રદેશો એકરૂપ પરિણમન કરે છે જ્યારે ધર્માસ્તિકાય વગેરેમાં જે પ્રદેશે ગતિ પરિણમનાદિ હોય તેની
પૂર્ણ એટલે પ્રભુ! અપૂર્ણ એટલે લઘુ! પૂર્ણ એટલે અલવ. લવ (થોડું) નહિ.”
એટલે જ ભગવાનને અલવેસરી-પૂણેશ્વર કહ્યાં છે.