Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી પાર્શ્વનાથજી
1115
અસર અન્ય પ્રદેશે થતી નથી. ધર્માસ્તિકાય વગેરેમાં થતું ગુણકાર્ય તે તે પ્રદેશો પૂરતું સીમિત છે. આમ તે દ્રવ્ય ખંડ રૂપે છે જ્યારે આત્મા અખંડ દ્રવ્ય છે. આકૃતિથી તો તે ધર્માસ્તિકાય વગેરે અખંડ દ્રવ્ય હોવા છતાં પરિણમન અપેક્ષાએ ખંડ દ્રવ્ય છે જ્યારે આત્મા તો આકૃતિની અપેક્ષાએ તેમજ પરિણમનની અપેક્ષાએ બંને રીતે અખંડ દ્રવ્ય છે.
અસંખ્ય પ્રદેશો જ્યારે દેહાકારે હોય છે ત્યારે તે દેહના ખંડમાં પણ આત્માના અસંખ્ય પ્રદેશો અખંડપણે જ રહેલા છે જેમ કે દેવલોકમાં રહેલ દેવ મનુષ્યલોકમાં ઉત્તર વૈક્રિય શરીર બનાવી પ્રભુની દેશના સાંભળવા આવે ત્યારે તેના ‘દેવભવના શરીરમાં પણ આત્મ પ્રદેશો છે. દેશના વખતના ઉત્તર વૈક્રિય શરીરમાં પણ આત્મપ્રદેશો છે તેમ આત્મપ્રદેશો અખંડ અવિભાજીત હોવાના કારણે બંને શરીરની વચ્ચેના દેવલોકથી માંડીને મનુષ્યલોકના ભાગમાં પણ આત્મ પ્રદેશો જોડાયેલા છે. અર્થાત્ બંને શરીરની વચ્ચે પણ આત્માનું-આત્મ પ્રદેશોનું અંતર પડતું નથી. જીવ વિષે આત્મ પ્રદેશોની સંલગ્નતા અતૂટ અને અખંડિત રહે છે. તેમ પરિણમન પણ સર્વાત્મપ્રદેશે અખંડ છે.
ઘઉંનો લોટ જેમ ભેગો હોવા છતાં તેના પ્રત્યેક કણો છુટા છે જ્યારે તે જ લોટમાંથી કણેક બનાવતાં તે પિંડ સ્વરૂપ બને છે તેમ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયના પ્રદેશો લોટ સ્વરૂપે કહી શકાય જ્યારે આત્માના પ્રદેશો કણેક સ્વરૂપે કહી શકાય કારણકે કર્ણકની જેમ આત્મા અખંડ પિંડ છે.
આપણા આત્માના અસંખ્ય પ્રદેશો અનંતકાળથી છે-છે અને છે ૪. આપણે તેને નકારીએ એટલા માત્રથી તેનું અસ્તિત્વ મટી જવાનું નથી. જેની ઉત્પત્તિ કોઇનાથી ન હોય તેનો નાશ પણ કોઈનાથી ન
શરીરશ્રમી, બુદ્ધિ વિવેકનંતી, ઈન્દ્રિયો અંતરમુખી, હૃદય અનુરાગી,
મન સંયમી અને અહમ્ અભિમાનશૂન્ય હોવો; એ સાયા સાઘના લક્ષણ છે.