Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1116 , હૃદય નયન નિહાળે જગધણી
હોય. આપણી અજ્ઞાનતાથી આપણે ત્રિકાળી ધ્રુવ તત્ત્વનું વિસ્મરણ કરીએ છીએ તેમાં નુકસાન આપણને પોતાને છે, બીજાને નથી કારણકે ધ્રુવ તત્ત્વનું સ્મરણ કરવામાં તો આપણું ત્રિકાળ તત્ત્વ આપણા ઉપયોગમાં સતત નજરાયા કરે અને આપણે તેને મેળવવા કટિબદ્ધ બનીએ તે આપણો કર્મસત્તા સામેનો વિજય છે. આ સહજ છે, પ્રાપ્તની પ્રાપ્તિ છે એટલે તે
સુલભ છે.
સાંયોગિક પદાર્થોની પ્રાપ્તિમાં આનંદ માનનારા આપણે સમજી. લેવું જોઈએ કે આ તો મારું જે તત્ત્વ છે-મારું જ સ્વરૂપ છે, ખાલી કર્મથી આવરાયેલું છે, તેને માત્ર ખુલ્લું કરવાની જરૂર છે. અપ્રાપ્તની પ્રાપ્તિ પાછળ પાગલ બનેલો આત્મા, શક્તિથી જે સત્તાએ કરીને પ્રાપ્ત છે તેને માત્ર ઓળખીને તેની નિરંતર શ્રદ્ધા કરીને જીવે, વારંવાર ઉપયોગમાં તેને જ લાવ્યા કરે, તો પ્રયત્નથી તેને ખુલ્લું કરી શકાય છે અને આનંદ વેદન માણી શકાય છે. જે મળેલું છે તેની ભાળ મેળવીને એને ખોળી કાઢીને તે મળેલાને માણવાનું છે અર્થાત્ વેદનમાં લાવવાનું છે.
અમાવાસ્યાની ઘોર અંધારી રાત્રિમાં દરિયો પાર કરીને સામા કિનારે જવા માટે નાવમાં બેઠેલા નાવિકને આધાર એક માત્ર ધ્રુવના તારાનો છે. તે ધ્રુવનો તારો નાવિકને દિશા બતાવે છે અને તે મુજબ નાવિક હલેસા મારી આગળ વધે છે. આ ધ્રુવના તારાનો ઉપકાર છે. જો તે ન હોય તો હલેસા આડી અવળી દિશામાં મરાતા નાવ ગમે ત્યાં આડી અવળી ફંટાઈ જાય. પરિણામે ઈષ્ટકાર્યની સિદ્ધિ થઈ શકે નહિ. તે જ રીતે અધ્યાત્મમાં ધ્રુવના તારા સમા ધ્રુવ એવા આત્મદ્રવ્યનું અવલંબન અતિ ઉપયોગી મનાયું છે. ધ્રુવ તત્વ ઉપયોગમાં સતત નજરાયા કરે અને બીજું બધું ભૂલાયા કરે એ સાધકની સાધના છે. આ
અશાંત મનમાં, આત્મદર્શન થાય કેવી રીતે? અસ્થિર જલમાં પ્રતિબિંબ શે પડે? સાધુપણું એટલા
માટે યુ કહેલ છે કે એઓનું મન શાંત હોય છે અને બાહ્યજીવન નિરપાવિક હોય છે.