Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1102 , હૃદય નયન નિહાળે જગધણી
બનીને મારો મોક્ષ કરે નહિ. તો પણ જે સાધક નિજગુણ કામી બનીને પ્રભુના ઉપદેશને આજ્ઞા જ સમજીને પાળે છે, આજ્ઞાવત્ ઉપદેશને પાળે છે, તે અવશ્ય પ્રભુના જેવી પોતાની ધ્રુવસત્તાને પ્રગટ કરી અર્થાત્ નિરાવરણ કરી તેમાં સમાઈ જાય છે અને અનંત તૃપ્તિનો-અનંત આનંદવેદનનો રસાસ્વાદ માણીને રહે છે. પ્રભુ ભલે કારક નથી પણ જે કાર્યસિદ્ધિ થાય તો તેમાં નિમિત્તકારણ તો અવશ્ય છે, તેથી ઉપકારક છે.'
આ સ્તવનની કડીના ઉત્તરાર્ધમાં રહેલા ત્રણ શબ્દો આપણને અધ્યાત્મની ગરિમા સમજવા તેમજ પામવા ઉપયોગી છે.
૧) નિજ પદ કામી એટલે ઉપાદાનની યોગ્યતા. સ્વરૂપને પામવાનો તલસાટ જેટલો વધારે તેટલું ઉપાદાન વધુ યોગ્ય ગણાય. નિજપદ કામના ભવ્યત્વ સૂચક છે.
૨) હો પામી તું ઘણી એટલે સાધનાનું સૌદર્ય અને પુષ્ટાલંબનરૂપ એવા પ્રભુને પામ્યાનો ઉછરંગ. ( ૩) ધ્રુવ આરામ થાય એટલે સિદ્ધત્વની પ્રાપ્તિ, ઈષ્ટફલ પ્રાપ્તિની ખાત્રીથી નિર્ભયતા અને નિશ્ચિતતા. '
અનંતકાળમાં પંચ પરમેષ્ઠી આપણને અનંતીવાર મળ્યા પણ આપણું ઉપાદાન-આપણો જીવ સંસારાભિમુખ હોવાથી આપણે તે પ્રભુનો ઉપયોગ પણ સંસારના હેતુથી જ કર્યો એટલે આપણું ભવભ્રમણ અટક્યું નહિ.
નિજ પદની કામના જાગવી, સંસાર સાગર તરી જવાની ઈચ્છા થવી, તે બહુ કઠિન છે. અનંતકાળથી જીવ પરિભ્રમણ કરે છે અને સંસારમાં તો જીવ સહજ રીતે અનાદિકાળથી કર્મથી આવૃત જ છે. કર્મથી ઢંકાયેલો, દબાયેલો, કચડાયેલો જ છે. વળી તેમાં અંતરાયકર્મ
પૂગલ દ્રવ્ય પરત્વેની આત્માની શુદ્ધ-અશુદ્ધ અને ઈષ્ટ-અનીષ્ટ કે શુભ-અશુભની જે બુદ્ધિ છે,
તે જ આત્માનો કર્તા-ભોક્તા ભાવ છે.