Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1082
હૃદય નયન નિહાળે જગધણી
છે તો સમતા-સમાધિ અને સમરૂપતાની સંતૃપ્તતા છે. જે જીવને અનાદિના ભવભ્રમણમાંથી છોડાવીને લોકના અગ્રભાગે શાશ્વત સ્થિરતાને આપે છે. એ માટે જીવે એના ત્રિપારિણામિક ભાવને જાણી લઈને પોતાના ભવનની યોગ્યતા રૂપ જે ભવ્યત્વ છે તેનું ભવન કરવાનું છે અને જે દુર્વ્યવ્યત્વ છે કે જે અનાદિઅનંત કાળથી ચૌદ રાજલોકમાં સંસાર ભ્રમણ કરાવે છે તે સંસરણ માર્ગથી છૂટવાનું છે.
સ્વના ભાવમાં ભવન ભવિજીવનું જ થાય છે. તે પણ ચરમાવર્તકાળમાં જ થાય છે અને તે પણ ત્યારે જ બને કે જીવ ચરમ યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરે તો. આ ત્રણે કરણોની શક્યતા ચરમાવર્તકાળમાં જ છે પણ ચરમાવર્તકાળમાં આવવા માત્રથી તે. થઈ જતાં નથી. ચરમાવર્તકાળમાં આવ્યા પછી પણ જે જીવ કર્મલઘુતાને પામે છે અને પછી જેનામાં પુરુષાર્થ વીર્ય ઉપડે છે તેં જ ભવિ આત્મા ઉપરોક્ત ત્રણ કરણ કરે છે. કરણ થાય તો ભવન થાય. એ માટે બુદ્ધિને સદ્ગુદ્ધિ એટલે કે પ્રજ્ઞા બનાવવી પડે છે, હેય-ઉપાદેયનો સતત વિવેક કરવો પડે છે અને સાધ્યને અનુરૂપ સાધનોને ભેગાં કરી સાધના કરવામાં આવે ત્યારે જે શુદ્ધિકરણ થાય છે તે જ ઉપરોક્ત ત્રણ કરણ છે; જેનાથી સૂત્ર-અર્થની તત્ત્વથી સદ્દહણા કરતાં ભૂતકાળના પાપોનું પ્રતિક્રમણ થાય છે, ભાવિમાં પાપ નહિ કરવાના પચ્ચક્ખાણ લેવાય છે અને વર્તમાનમાં વર્તવાથી કાળની અસરથી મુક્ત થઇ કાલાતીત બનાય છે અને અકાળ રહેવાય છે.
નવ નોકષાય અને ચાર કષાયથી અળગા થઈ, ત્રિયોગની ગુપ્તિથી ગુપ્ત થઇ, શ્વેતમાંથી અદ્વૈતમાં આવીને ઉપયોગની ચંચળતાને નાથવાની છે અને ઉપયોગની નિષ્કપતાને હાંસલ કરવાની છે. ધ્યાતાને જ્યારે ધ્યેયનું
અધાતિકર્મના ઉદયને ન વેદતા, કેવળ આત્માને વેદવો, તેનું નામ ધ્યાન છે.