Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1084
હૃદય નયન નિહાળે જગધણી
વળી શુદ્ધચેતન અણાહારી છે માટે મિશ્રચેતન જ્યારે-જ્યારે આહાર કરતું દેખાય ત્યારે તેના પણ જ્ઞાતા-દૃષ્ટા બની રહેવાનું છે પરંતુ કર્તા-ભોક્તા બનવાનું નથી. આ જૈનશાસન નિર્દિષ્ટ અદીઠ એવો અત્યંતર તપ છે, જે જીવને મોક્ષે લઈ જાય છે.
વળી શુદ્ધચેતન એના શુદ્ધ સ્વરૂપમાં મૌન છે-અશબ્દ છે-નિઃશબ્દ છે. જડના સંયોગે ચેતન આજે મિશ્રચેતન બન્યો છે, તેથી ભાષાવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરવાની શક્તિ મળી છે; તો વાણી પ્રયોગને ટેપરેકૉર્ડ વાગી રહી છે; એમ સમજી તેના પણ માત્ર જોનારા અને જાણનારા બની રહેવાનું છે. આ મોન સાધના છે, ચૂપ સાધનાછે જે અત્યંતર તપ છે. આ વચનગુપ્તિ છે.
વળી આત્મા એના શુદ્ધસ્વરૂપમાં વિકલ્પરહિત-ઇચ્છારહિતમોહરહિત-ભાવરહિત એવો નિર્મમ, નિર્મોહી, નિરીહ, વીતરાગ સ્વભાવી છે માટે તેને મનના વિચારો-વિકલ્પોના જોનારા ને જાણનારા અમન બની રહેવાનું છે. જે કાંઈ ભીતરમાં ઉઠે તેને શાંતભાવે પસાર થવા દેવાનું છે તેની કોઈ અસર એટલે કે છાપ ઉપયોગપર પડવા, દેવાની નથી. આ મનોગુપ્તિ છે.
બુદ્ધિને સત્બુદ્ધિ બનાવી, પ્રાજ્ઞતા કેળવી સંયોગો-પ્રસંગો-પરિસ્થિતિ તથા વસ્તુ અને વ્યક્તિના સ્વીકારભાવમાં આવી જઇ સમભાવથી ભાવિત બની સંસારને ખાલી કરી નાંખવાનો છે. સ્વમાં સમાઈ જવાનું છે. બુદ્ધિમાંથી બુદ્ધ, પ્રબુદ્ધ બની અંતે અબુધ થઈને રહેવાનું છે અર્થાત્ સઘળું જાણવા છતાં હું કાંઇ જ જાણતો નથી એવા સરળ અને સહજાસહજ ભાવમાં રહેવાનું છે.
ચંચળ ચિત્તને ભાવના, તત્ત્વચિંતન વિગેરેથી સ્થિર કરી વર્તમાનમાં
બુદ્ધિ સત્ય (પરમાત્મ તત્વ)નો પક્ષ કરે અને હ્રદય સત્ય પરત્વે લાગણી ઉત્પન્ન કરે; ત્યારે નિષ્કપટ ભાવ આવે; જે અત્યંતર ચારિત્ર લાવે.