Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી નેમિનાથજી. શ્રી નામનાથજી , 1085
વર્તીને કાળનો કોળિયો કરવાનો છે અને અકાળ એવા કેવલ્યજ્ઞાન અને સિદ્ધત્વની પ્રાપ્તિ કરવાની છે અર્થાત્ ઉપયોગની નિષ્પકંપતા અને પ્રદેશોની પરમસ્થિરતા પ્રાપ્ત કરવાની છે. ચિત્તને ચિત્ર બનાવી દેશકાળ પરિચ્છિન્નતામાંથી દેશકાળ અપરિચ્છિન્નદશામાં આવવાનું છે. જે ચિ છે તે સત્ અને આનંદ સ્વરૂપ છે, એવી સમજપૂર્વક આનંદસ્વરૂપના લક્ષ્ય સ્વરૂપધ્યાનમાં રહેવાનું છે.
સ્વાદિ સાતે ય તત્ત્વો એ પર્યાય છે જ્યારે તેનામાં છૂપાયેલ અખંડ ચૈતન્ય-જ્યોતિ એ ત્રિકાળી શુદ્ધ નિજપરમાત્મતત્ત્વ છે, જેનું લક્ષણ પરમપરિણામિક ભાવ છે. સાતેય તત્ત્વોનો બોધ કરી એમાં પર્યાયનો બોધ દૃઢ કરી તેને શ્રદ્ધામાં ન લેતાં એકમાત્ર અખંડ, નિર્મળ ચૈતન્ય-જ્યોતિ તે જ હું-ક્ષણક્ષણની પર્યાય તે હું નહિ એમ શ્રદ્ધાન કરી. અંતર્મુખ ઉપયોગના બળે આશ્રવથી અટકવાનું છે, સંવરમાં રહેવાનું છે અને સંવરપૂર્વક નિર્જરા કરી અજીવના બંધનમાંથી સર્વથા છૂટી મોક્ષ પામવો એ જ નવતત્ત્વની જોયતા છે; જેનાથી અજીવ તત્ત્વથી છૂટાય છે અને આત્માનું પરમાત્મ-સ્વરૂપ જે સર્વથા ઉપાદેય છે, તે પમાય છે. - વારંવારના મનોમંથનના પરિણામે રાજીમતિને જે અધ્યાત્મનું 'નવનીત પ્રાપ્ત થયું; તેને કવિવર્ય યોગીરાજજીએ આ સોળમી કડીમાં મૂકયું છે, જે એક યોગ-ચમત્કૃતિરૂપ રચના છે.
પ્રસ્તુત સોળમી કડીમાં “ત્રિવિધ”, “ધારણ-પોષણ-તારણો” અને “નવસર મુક્તાહાર” જેવા શબ્દપ્રયોગ કરીને યોગીરાજશ્રીએ નાનકડી ગાગરમાં અધ્યાત્મનો સાગર ભરી દીધો છે અને જગતને અમૃતરસનું પાન કરાવ્યું છે.
નેમિનાથ ભગવાન જે સાચા અર્થમાં ભરથાર છે તે સાચા
બૌદ્ધિક ભેદજ્ઞાન એ વ્યવહાર સમકિત છે. વ્યવહાર સમકિતને, સાઘન બનાવીને,
જીવનમાં અનુભવો, ત્યારે નિશ્ચય સમકિત પ્રાપ્ત થાય છે.