Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
954
હૃદય નયન નિહાળે જગધણી
એ દિવ્યતા છે અને પોતાનામાં સમાઈ જવું અને પછી ક્યારેય પણ તેમાંથી બહાર ન નીકળવું, તે પરમાત્મા છે. એને પામવાનો અનુરોધ યોગીરાજ કરી રહ્યા છે. પોતાના સ્વભાવમાં જ રહેવું અને સ્વભાવની બહાર ન નીકળવું એ જ નિજ ઘર આચાર છે. '
પ્રેમ કલ્પતરુ છેદીયો રે, વરીયો યોગ ધતૂર, એ. ચતુરાઈરો કુણ કહો રે, ગુરુ મિલિયો જગ સૂર.. મનરા.૫
અર્થ હે નાથ ! આપે પ્રેમરૂપી કલ્પવૃક્ષને છેદી નાંખ્યો છે અને તેની જગ્યાએ યોગરૂપી ધતૂરો વાવ્યો છે પણ મને જરા કહો તો ખરા કે આવી ચતુરાઈ શીખવનાર આ જગતમાં શૂરવીર એવો કયો ગુરુ મળ્યો છે?
રાજીમતિ કહી રહી છે કે તે સ્વામિન્ ! આપ પ્રેમ તોડવાને ઈચ્છતા હો તેમ મને લાગતું નથી પણ આપને કોઈએ ભમાવ્યા છે તો જેણે આપને ભમાવ્યા હોય તેવા ગુરુનું નામ મને આપો.
વિવેચન : રાજીમતિના અંતરમાં રહેલ પ્રેમરોગની ભરતી તેની આર્તનાને–વેદનાને ઘેરી બનાવી રહી છે. વિનંતી ઉપર વિનંતી કરી રહી છે અને પૂછી રહી છે કે તે સ્વામિન્ ! આપણા દિવ્યપ્રેમરૂપી કલ્પવૃક્ષનું છેદન કેમ કર્યું? આ યોગરૂપી ધતુરો અર્થાત્ ધતિંગને કેમ અપનાવ્યું? શિવ-શંકરને વહાલું એવું આ ધતુરાના પુષ્પ વૃક્ષને કેમ વાવ્યું ? તમને સંકોચ કેમ ન થયો? શ્રેય અને પ્રેયને આપે કેમ ન જાણ્યું? આપને આવી ચતુરાઈને શીખવનાર એવો કોણ ગુરુ મળ્યો ? જગતના સામાન્ય ગુરુથી તો આપ ભરમાવે એવા નથી તો કયા એવા શ્રેષ્ઠ ગુરુ તમને મળ્યા?
તાત્વિક અર્થઘટન કરીએ તો જણાશે કે અધ્યાત્મ શૈલિમાં આનંદઘનજી ની આંતરચેતના કે જે સ્વયં રાજમતિ રૂપે લહેરાઈ રહી
મોહનીયકર્મની અસર ન લેવી તેનું નામ મોક્ષ પુરૂષાર્થ અને એનું જ નામ મોક્ષ સાધના.