Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
966
, હૃદય નયન નિહાળે જગધણી
અત્તરનો મોટો ડુંગર હોય, ને તેમાં છરો મારતાં સુગંધનો ફવારો છૂટે, તેમ ભગવાન આત્મા આનંદ કંદ છે. નિરાકુળ શાંતિનો ડુંગર છે, તેની દૃષ્ટિ કરી તેમાં લીનતા થતાં ચૈતન્ય અમૃતના ડુંગર સમાન આત્મામાંથી શાંતિના ફુવારા છૂટવા લાગ્યા તેનું નામ વીતરાગી ધર્મ છે. આવો વીતરાગી ઘર્મ આત્માને મોક્ષ આપવા સમર્થ છે, અન્ય ધર્મ નહિં.
જે શુભાશુભભાવે આત્માને શુભાશુભકર્મનો બંધ પડે, તે ભાવે આત્માનો અબંધ સ્વરૂપ- સંવર નિર્જરા રૂપ ધર્મ થાય નહિ. આત્મજ્ઞાનીસપુરુષ દ્વારા તત્ત્વનો નિર્ણય કરે નહિ, પોતાની બહિર્મુખદૃષ્ટિને આંતરમુખ બનાવે નહિ અને ધર્મના નામે બાહ્ય પ્રવૃત્તિમાં રોકાય તો તેનાથી કાંઈ ભવના ફેરા ઘટે નહિ. - સાધકે સતત વિચારવું જોઈએ કે હું પ્રેમકલ્પતરૂને છેદી રહ્યો છું? કે યોગ ધતૂરને વાવી રહ્યો છું? જો તેનો જવાબ હામાં આવે તો સમજવું કે તે હજુ અધ્યાત્મની કોટિમાં આવ્યો નથી. વીતરાગ સર્વજ્ઞ પ્રણીત લોકોત્તર ધર્મની આરાધના અજ્ઞાનભાવે થાય નહિ અને છતાં જીવ કરે તો તેનાથી ભવની પરંપરાનો અંત આવે નહિ. ,
યોગીરાજ આનંદઘનજીએ અત્યંત નીડર બનીને પંચમકાળમાં સતુધર્મને ઓળખાવ્યો છે અને જીવનમાં પોતે જીવી બતાવ્યો છે. અનંતભવનો છેડો લાવી એક જ ભવ બાકી રહે તેવી પવિત્રદશા આત્માને વિષે પ્રગટ કરી છે. તેમના જીવનને અને વચનને સમજવા મતાગ્રહ અને કદાગ્રહથી દૂર રહેવું જોઈએ અને જ્ઞાનની વિશાળ દૃષ્ટિના ન્યાયથી અતિ મધ્યસ્થપણે વિચારવું જોઈએ. ત્રણેકાળમાં જે જે આત્મજ્ઞાની પુરુષો થયા છે તેમણે સમગ્ર જગતને એકમાત્ર આત્મા જ ઓળખાવ્યો છે અને પોતાની વિશુદ્ધિના બળે યોગ્ય આત્માઓને
સન્મુખ રહેલ પદાર્થ પ્રતિ, જેવાં ભાવ કરીએ અને જેવી દષ્ટિ સ્થાપીએ,
એવું ફળ આપણને દષ્ટાને મળે છે અને નહિ કે દશ્યને.